બાલરમતો
રમત 11 to 15
કમલેશ ઝાપડિયા
રમત 11. રામ રાવણ :
આ રમતમાં ગમે તેટલા બાળકો ભાગ લઈ શકે. આ રમત મેદાનમાં એક મધ્ય રેખા દોરવી. મધ્ય રેખાની બન્ને બાજુ આઠ દશ કુટના અંતરે બિજી રેખા દોરવી. જે હદ રેખા કહીશું. બે ટુકટી પાડવી. અને એક નાયક નક્કી કરવો. હવે બન્ને ટુકડી મધ્ય રેખા થી એકાદ કુટ પોતે પોતાના મેદાનમા ઉભો રહેશે. (આકૃતિમાં બતાવ્યા મુજબ ) હવે રમત શરૂ થશે. એક ટુકડી રામ બનશે અને બિજી ટુકડી રાવણ બનશે. અન્ય નામ પણ રાખી શકાય. કાગ કાબર. નાયક લાંબા અવાજમાં રા........ બોલશે પછી.......મ અથવા........વણ એમ બેમાંથી એક બોલશે. જો રામ બોલે તો રાવણ ટુકડી ભાગશે. અને રામ ટુકડી રાવણ ટુકડીને હદ રેખા સુધીમાં પકડવા જશે. રામ ટુકડી પકડી પાડે તો રાવણેની ટુકડીમાંથી તેટલા ખેલડી બદથશે. આ નિયમ રામની ટુકડી પણ લગું પડશે.
આ રમતથી ત્વરિત નિર્ણયશક્તિ, ચપળતા, ઝડપ, એકાગ્રતા ખિલે છે. આવા ગુણોનો વિકાશ આવિ રમતો રમાડવાથી સહજતાથી થાય છે.
રમત 12. સંગીત – કુંડાળા
આ રમતમાં ગમે તેટલા બાળકો ભાગ લઈ સકશે. સંગીત ખુરશીની જેમ જ આ રમત રમાડવામાં આવશે. બાળકોની સંખ્યાના પ્રમાણમા કુંડાળા દોરવા. અને થાળી કે ખંજરી વગાડવા માટે શિક્ષક અથવા નાયક અવળું ફરીને ઊભો રહેશે. હવે તે થાળી વગાડશે એટલે બાળકો આકૃતિ માં બતાવેલ દોડવાની જ્ગ્યામાં દોડવા લાગશે. એકા-એક થાળી વગાડનાર બાળક થાળી વગાડવાનું બંધ કરી દેશે. એટલે બાળકો દોડીને ગમેતે કુંડાળામાં ઊભા રહી જશે. ત્યાર બાદ એક કુંડાળુ ભુસવામાં આવશે. અને ફરી થાળી વગાડવામાં આવશે. બાળકો બતાવેલ જ્ગ્યામાં દોડવા લાગશે. આમ દર વખતે એક એક કંડાળું ભુસવા માં આવશે.
આ રમતમાં ખુરશી ભેગી કરવાનીય માથાકુટ નહી. અને ગમે તેટલીસંખ્યા ભાગ લઈ શકે. આ ખુબ મજાની અને આનંદ આપનારી રમત છે
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ