લેખન
ઉગતી યુવા પેઢીને એક સંદેશ
આઝાદીના આટલા બધા વર્ષ પછી પણ આપણા દેશમાં સમસ્યાઓના સમન્દર શાથી ઉભરાયા ? સમસ્યાઓ કેટલી બધી ? ગરીબીની સમસ્યા, નિરક્ષરતાની સમસ્યા,વસ્તી વિસ્ફોટની સમસ્યા, ભ્રષ્ટાચારની સમસ્યા અને ઉદય પામેલી આતંકવાદની સમસ્યા. આ બધી સમસ્યાઓને નાથવા માટેનું એક માત્ર હથિયાર છે અને તે છે ઉગતી યુવાપેઢી.
યુવાન કોને કહી શકાય ? કે જે અઢાર વર્ષની ઉંમરે પહોચ્યો હોય તે? વાળ કાળા કરેલા હોય તે? સુંદર કપડાં પહેર્યા હોય તે? હું એ વાત સાથે બીલકુલ સહમત નથી. યુવાન કોને કહેવાય ? બે જ વાક્મા કહેવું હોય તો
જો પહાડો સે ટકરાતે હૈ ઉસે તુફાન કહતે હૈ,
જો તુફાનો સે ટકરાતે હૈ ઉસે યુવાન કહતે હૈ.
આજની યુવા પેઢી તો પવનના સુસવાટાને ઝીલવા સક્ષમ રહી નથી, કારણ કે ઊગવાની શરૂઆત થઈ ત્યાં તો આથમવાનાં એંધાણ વરતાયા પેલા વ્યસનના કારણે. કોઇએ સાચું જ કહ્યુ છે કે જે દેશને બરબાદ કરવો હોય તો તેના પર અણુબૉમ્બ ન ફેંકો, આક્રમણ ન કરો પણ એ દેશની યુવાપેઢીને વ્યસનના માર્ગે વાળો, તે આપોઆપ બરબાદ થઇ જશે. પણ મારા ઊગતા યુવાબંધુઓ મારી એક સોનેરી સલાહ
માનો કે
દઇ દે મારા યાર તમાકુને તલાક,
તારા બચી જશે જીંદગીના ઘણા કલાક.
મુખમાં રાખે છે સિગારેટ ને બીડી,
કાલે નહિ ચડી શકે ઘરની સીડી.
ઊગતી યુવા પેઢીને ટી.વી.નામનું નવું ભૂત વળગ્યું છે. જેને કારણે યુવાનોમાં અત્યાચારનો અગ્નિ પ્રગટી ચૂક્યો છે ને ધીરે ધીરે ચેનલોરૂપી પેટ્રોલના ટીપાં તેને વધારે ને વધારે સળગાવી રહ્યા છે.ભાવિ પેઢી તેમાં બળીને ખાખ ન થઇ જાય એ માટે ટી.વી.ના ભૂતને ભસ્મિભૂત કરવા યુવા પેઢી જ સક્ષમ છે.એ યુવા પેઢીને મારે એટલું જ કહેવું છે કે,
સૂતેલા જાગજો સિંહ, મરેલા ઊઠજો મર્દો,
છોડજો વ્યસનની વાનગી,તમારા તન માટે.
ભારતમાં 60% વસ્તી વૃદ્ધો અને બાળકોની છે અને માત્ર 40% વસ્તી જ યુવાનોની છે, જે કામ કરી શકે તેમ છે. પણ આ યુવાનો જ કામ કરવાનું છોડી દે તો પેલી 60% વસ્તી કશું જ કરી શકવાની નથી એ દીવા જેવું સ્પષ્ટ છે.તો આપણે ભારતને પ્રગતિના પંથે કઇ રીતે લઇ જઇ શકીએ? ભારતને પ્રગતિના પંથે લઇ જવા માત્ર એક વાત કાને ધરજો-
નિંરાંત કેરી રાતમાં નિંદ્રા નહિ લાવો,
ઊજાગરે આનંદ માણો તો તમે ફાવો.
શ્રી રૂપાવટી પ્રા.શા.તા-જસદણ (ગુજરાત)
ટિપ્પણી પોસ્ટ કરો
2 ટિપ્પણીઓ
સરસ મુકેશભાઇ.
જવાબ આપોકાઢી નાખોતમારા દિલની વાત ગમી. દરેક યુવાને આ વાત સમજવા જેવી છે. તમે લેખન ક્ષેત્રમા ખૂબ આગળ વધો એવી શુભ કામના.
કમલેશ ઝાપડિયા
khub j saras mukeshbhai...aapni vat hu yuvano sudhi jarur lay jayis...dipak
જવાબ આપોકાઢી નાખો