ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી
ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી 96 to 100
100 પ્રવૃતિઓની પેકેજ યાદી
* ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી & ડિસિપ્લીન ડેવલોપમેન્ટ *
શિક્ષકો અને વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા,એકાગ્રતા વધારવા તરંગ ઉલ્લાસમય પ્રવૃતિઓનો મસ્ત પ્રોજેકટ.
Bhavesh Dadhaniya
96. શિશુકુંજ
¨ એકટીવિટીનુ નામ :- શિશુકુંજ
¨ વિષય :- બાલ આનંદદાયી પ્રવૃતિ
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- દક્ષિણામુર્તિ ભાવનગર સંલગ્ન શિશુકુંજની મસ્તીમા આનંદ સાથે વિવિધ ચિત્રકામ,રંગકામ,કાગળકામ,પ્રવૃતિઓ કરે .
¨ એકટીવિટી ડ્યુરેશન :- દર રવિવારે
¨ એકટીવિટી પધ્ધતિ:-દક્ષિણામુર્તિ શૈ.સંસ્થા ભાવનગર અંતર્ગત દર માસના એક રવિવારે બાળકોના સર્જનશક્તિ,કલ્પના શક્તિ વિકાસ માટેની પ્રવૃતિમા સામેલ કરવા,આપણી જ શાળામા બાળકોને આનંદદાયી શિક્ષણમળે તે હેતુસર શીશુકુંજ શરૂ કરવુ.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- વજનકાંટો,ફસ્ટેડ કીટ,આરોગ્ય ચાર્ટ.
¨ સમય :- Monthly
97. આરોગ્યનિધિ
¨ એકટીવિટીનુ નામ :- આરોગ્યનિધિ
¨ વિષય :- શા.શિ.+તંદુરસ્તી માટે
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- નિયમિત બાળકોની શારીરિક ચેક-અપ જરૂરી નિદાન ટ્રસ્ટ મારફત દવા અપાવવી .
¨ એકટીવિટી ડ્યુરેશન :- સત્રાંતે
¨ એકટીવિટી પધ્ધતિ :- બાળકોની દરેક સત્રમા એકવાર ટોટલી આરોગ્યની તપાસણી કરવી અને રિપોર્ટ ફાઇલ કરવા.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- વિવિધ સંસ્થાના માસીક પત્રક.
¨ સમય :- Monthly
98. N.G.O. રિલેશન શીપ
¨ એકટીવિટીનુ નામ :- N.G.O. રિલેશન શીપ
¨ વિષય :- ઇનોવેશન + ક્રિયેટીવીટી
¨ ધોરણ વિભાગ :- બાળકો અને શિક્ષકો
¨ હેતુ :- વિવિધ N.G.O. ની એક્ટિવીટી,યોજના,લાભો વગેરેની માહિતી મળે તથા જ્ઞાન માહિતીના આદાન-પ્રદાન માટે.
¨ એકટીવિટી ડ્યુરેશન :- સમયાનુકુલ
¨ એકટીવિટી પધ્ધતિ:-શ્રેષ્ઠતમ કાર્ય કરતી શૈક્ષણિક સેવાકિય સંસ્થા સાથે આપણી શાળાનુ જોડાણ કરી સંબંધ કેળવવા જરૂરી કાર્યોનુ આદાન પ્રદાન કરવુ.દા.ત.લોકમિત્રા ઢેઢુકીના રંગમેળામા ભાગ લેવો વગેરે.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- રજીસ્ટર,ડ્રોઇંગશીટ,પાસબુક.
¨ સમય :- -
99. ચિલ્ડ્રન મની બેંક
¨ એકટીવિટીનુ નામ :- ચિલ્ડ્રન મની બેંક
¨ વિષય :- બેંકનો વહિવટ શીખવા
¨ ધોરણ વિભાગ :- 5 થી 7
¨ હેતુ :- વિદ્યાર્થીઓને બેંક,ચેક નાણાની લેવડ-દેવડ વગેરે તેમજ ગણતરીમા વિશિષ્ટ ખ્યાલ માટે.
¨ એકટીવિટી ડ્યુરેશન :- Daily
¨ એકટીવિટી પધ્ધતિ :- બેંકની માફક ખાતાવહી રજીસ્ટરમા નોંધ કરે.પાસ બુક આપી બાળકોની બચતની રકમ જમા કરે.બાળકોમાંથી જ બેંક મેનેજર,કેશીયર વગેરે બનાવી વહીવટ કરે.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- વેબસાઇટ,પ્રતિભા ઇયર બુક.
¨ સમય :- -
100. વિવિધ પ્રતિભા/ઇનોવેશન/એવોર્ડની માહિતી
¨ એકટીવિટીનુ નામ :- વિવિધ પ્રતિભા/ઇનોવેશન/એવોર્ડની માહિતી
¨ વિષય :- બાળકો + શિક્ષકો માટે
¨ ધોરણ વિભાગ :- પ્રાથમિક+માધ્યમિક
¨ હેતુ :- પ્રા.શાળામા હોય ત્યારે તેમજ માધ્યમિક શાળાના બાળકો શિક્ષકો કે જેઓ પ્રતિભાશાળી હોય વિશિષ્ટ કામગીરી કરતા હોય તેમને બિરદાવવા માટે.
¨ એકટીવિટી ડ્યુરેશન :- સત્રાંતે
¨ એકટીવિટી પધ્ધતિ :- વિદ્યાર્થીઓ અને શિક્ષકોની વિશિષ્ટ પ્રતિભા/કામગીરી ઓળખી પ્રોત્સાહીત કરવા.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- -
¨ સમય :- - .
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ