બાલગીતો
સ્વરચિત બાળગીત
ગોહિલ પ્રદિપ |
બાળગીત - મારી વાડીમાં બોલે એક મોરલો
(રાગ- અમે નાનકડા દેવબાળ મંદિરમાં )
મારી વાડીમાં બોલે એક મોરલો રે લોલ
મારી વાડીમાં ડોલે એક ઢેલડી રે લોલ
મોર ટહૂકા કરે
ઢેલ ડોલી ઉઠે
બન્ને જુએ છે વર્ષાની વાટડી રે લોલ
મારી વાડીમાં બોલે એક મોરલો રે લોલ
મોર કળા કરે
મેઘ ગાજી ઉઠે
મેઘરાજા તો ધરતી ઉપર આવ્યા રે લોલ
મારી વાડીમાં બોલે એક મોરલો રે લોલ
મોર થનગન નાચે
ઢેલ રૂમઝૂમ દોડે
બન્ને મળીને રમે રૂડી રમતો રે લોલ
મારી વાડીમાં બોલે એક મોરલો રે લોલ
સ્વરચિત બાળગીત
શ્રી રૂપાવટી પ્રા. શાળા , તા- જસદણ
ટિપ્પણી પોસ્ટ કરો
2 ટિપ્પણીઓ
Saras Kavya
જવાબ આપોકાઢી નાખોAaje Tamara Blogni Mulakat Pahelivar Lidhi Blog gamyo
Hu pan Prathmikshalama siksak chhu
ભરતભાઇ તમારો આભાર અને સ્વાગત કરીએ છીએ.
જવાબ આપોકાઢી નાખો