Follow US

Responsive Ad

પરિઓના દેશમાં


મિત્રો, ધોરણ સાતમાં ભણતી સંગીતાએ લખેલી વાર્તા અહીં મૂકી છે.



   સંગીતા જીંજરિયા                                                       

એક છોકરો હતો. તે કહે મમ્મી મારે ફરવા જવું છે. મમ્‍મી તેને ના પાડે છે. તોય તે ફરવા જાય છે. ત્યાં એક ઓટો આવે છે. ત્યાં બેસીને રડવા લાગે છે. ત્યાં એક પરિ આવે છે અને તેને પૂછે છે કે બેટા કેમ રડે છે? છોકરો કહે, મારે વાદળામાં પરિઓ સાથે રમવા જાવું છે. મારે કેમ જવું? પરિ કહે આલે તને એક લાકડી આપું છું. તારે જ્યાં જવું હોય ત્યાં લાકડીના કાનમાં કહે જે. એટલે તારે જ્યાં જવું હશે ત્યાં લઇ જશે.
છોકરો તો પ્હોંચ્‍યો પરિઓના દેશમાં. ત્યાં પરિઓ બેટ દડે રમતી હોય છે. એટલે છોકરો કહે મારે પણ રમવું છે.પરિઓતો દડો ઊડીને પકડી લે. થોડી વાર પછી છોકરો કહે મારે હવે રમવું નથી જમવું છે. એટલે પરિઓ છોકરાને જમવા લઇ જાય છે. ત્યાં એક મોટો આઈસક્રીમ ટોપ ભરેલો હતો. એક જાડ કેરી ઓનું અને એક જાડ સફરજન નું હતું. છોકરો તો મોજમાં આવી ગયો. મંડ્યો આઈસક્રીમ ખાવા.
પછી છોકરો કહે હવે મારે ઘેરે જાવું છે. અને પછી થાય છે એવું કે છોકરો મંત્ર ભૂલી જાય છે. તે રડવા મંડે છે.  અને ત્‍યાં પરિ આવે છે અને કહે છે કેમ રડે છે? તારે દુખ હોય તે કહે.  છોકરો કહે, મારે ઘેરે જાવું છે અને હું મંત્ર ભૂલી ગયો છું. પરિ કહે, કાંઇ વાંધો નહીં. વીસ એકાંનો પાડો બોલ એટલે તારું ઘર આવી જશે. છોકરો પાડો બોલે છે ત્‍યાં તેનું ઘર આવી જાય છેં. અને તેના મમ્‍મી પપ્પા વાત કરે છે. અને તેના મમ્‍મ્‍ી પપ્પા ખૂબ ખુશ થાય છે. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ