Home » » રમત

રમત

Written By Kamlesh Zapadiya on ગુરુવાર, 1 ડિસેમ્બર, 2011 | 7:16:00 PMરમત
રમત વ્યક્તિને આનંદ આપે છે. રમત રમતાં- રમતાં માણસ બધુજ ભૂલીને ખુશ- ખુશ થઈ જાય છે. આનંદ-વિભોર બની જાય છે. રમત રમતાં માણસ હસે છે, કૂદે છે, ઠેકડા મારે છે, નાચે છે, ગાય છે, અવાજ કરે છે, આનંદ અનુભવે છે, મુંજાય છે, મુજવણ દૂર કરવાની તક મળે છે અને મુંજવણ ને દુર કરવા તમામ શક્તિ એકઠી કરેછે.
રમત વખતે વ્યક્તિ પોતાનો તમામ સંકોચ દૂર કરી બધા સાથે હળી-મળી જાય છે. બધાજ સાથે વાતો કરે છે. માણસ રૂપિયા કમાઈને જે આનંદ સંતોષ મેળવે તેનાં કરતા તો માત્ર એક નાનકડી રમતથી ધણોજ આનંદ પ્રપ્ત કરી લે છે. કમાવવું, ખાવું, પિવું, ઓફિસે જવું, કામે જવું વગેરે વ્યતિનાં રોજ-બરોઅજના કામોથી માણસની જિંદગી ધણી વખત ધરેડમય બની જાય છે તેમાં આ રમત વ્યક્તિને આનંદ આપે છે.
તેમાય બાળકોને રમવામાં કેટલોમ આનંદ આવતો હસે ? એનીતો વાત જ શી કરવી ? અરે…..? બાળકો તો રમત રમવાની વાત શાંભળીને તાળીઓ પાડવા લાગે. ખડ ખડાટ હસવા લાગે છે. બાળક નાનું હોય કે મોટુ હોય, કાળુ હોય કે ગોરુ હોય, આ જાતિનું હોય કે પેલી જ્ઞાતિનુ હોય, કે મોટુ હોય ગમે તેવા કપડા પહેર્યા હોય, ગામડાનુ હોય કે પછી શહેરનુ હોય, પણ બાળકો એ તો આખરે બાળકો છે ને ! રમત રમવાનો આનંદ કંઈ અનેરોજ હોય છે.
બાળકોને રમવાનો અદભુત આ આનંદ જીવન પર્યેત યાદ રહે છે. બાળક સોળેય કળાયે રમતી વખતે કેવુ ખિલી ઉઠે છે. વર્ગમાં નબળું હોય પણ રમતમાં કેવુ ઉત્સાહથી ભાગ લેછે. બાળકની વિચાર પ્રક્રિયા કેવી ઝડપી બની જાય છે.
વર્ગ ખંડમાં ભણીતી વખતે બાળકોની જે વિચાર-પ્રક્રિયા થાય છે, તેનાથી તો કેટલાય ગણી રમત દ્રારા ઝડપી વિચાર પ્રક્રિયામાંથી પસારથાય છે. નિર્ણય લેવાની પ્રક્રિયા, ભાગવાની પ્રક્રરીયા, ચપળતા, ઝડપ, ઉત્સાહ, ભયનો સામનો, નિરાશાને આશામા ફેરવવાની પ્રક્રિયા, આનંદિત સ્વભાવ, અરે આવી અનેક પ્રક્રિયાની બાળકને અનુભૂતિ થાય છે. આખરે શિક્ષણ એ અનુભૂતિ છે જ છે ને …..!
રમતાં રમતાં કસરત તો સરળતાથી થઈ જાય છે. બાળક પોતાની ધણીબધી શક્તિ નો ઉપયોગ કરે છે. એકદમ દોડે છે, કુદે છે, ત્વરિત નિર્ણય લે છે, આ બધુજ બાળકોના જીવનમાં સહજ બને છે, કુદે છે. પણ રમત એ આ બધુ જ પુરું પાડવાનું એક માધ્યમ બને છે. વ્યક્તિની કાર્યકુશળતા પણ રમત દ્વારા સંઘભાવના એટલે કે સમુહ ભાવનાની એ વિકસે છે .
ઘરડેમય કંટાળા ભરી જિંદગીથી વ્યક્તિ ધણાં બધા અખતરા કરે છે. ટીવી જુવે છે. કોમ્પ્યુટર પર ગેઈમ રમે છે. મોબાઈલમા રમત રમે છે. ઘણા ગંજીપતા કુટે છે. ઘણા ગીતો સાંભળે છે. મનોરંજન માટે કેટ કેટલીય પ્રવૃતિ શોધી કાઢે છે.
આખરે મનુષ્ય આ બધું આનંદ મેળવવા સંતોષ મેળવવ કરે છે રમત દ્વારા આ પ્રક્રિયા ઝડપી બને છે. રમત દ્વારા સાહસ કરવું પડે છે.
વાજબી પૂર્વકનું જોખમ ખેડવુ પડે છે. સતત રમતમાં ધ્યાન રાખવું પડે છે. એકાગ્ર શક્તિ ખીલે છે. રમતમાં હાફ પણ ચડે, થાક લાગે. પણ રમતમાં આ બધું રમતી વખતે પણ યાદ આવે છે ખરું……… ? નહી ને
કેમકે રમત આ બધુજ ભુલાવી દે છે. ફેફસામાં હવા ઝડપથી આવે છે અને બહાર જાય છે. શરીર તંદુરસ્ત બને છે. મન તંદુરસ્ત બને છે. હકારાત્મક ભાવો મનમાં આવે છે આથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
રમત દ્વારા અવનવા અનેક ખ્યાલો નો વિકાસ થાય છે. ઘણી રમતો દ્વારા શક્તિ ખિલે છે. અંદાજવાની શક્તિ ખીલે છે .રમતમાં નાનાં મોટા ભય, મુશ્કેલી આવે અને ભયથી મુક્ત થવાની સુઝ પણ સાંપડે છે. રમત દ્વારા સિધ્ધી પ્રેરણા જાગે છે. તેમનો ઉત્સાહ વધે છે. હકારાત્મક અને તંદુરસ્ત વલણ કેળવાતા બાળકના જીવનમાં પડધો પડે છે. અને આ પડધાને અવાજ એટલો મજબુત હોય છે કે જીવનભર રહે છે. અનેક પડકારો વખતે હકારાત્મક દ્રષ્ટિ ઉપયોગમાં આવે છે.
સતત નવાં- નવા વિચારો રમતમા થાય છે. સહજપણે વ્યુહરચના ધડે છે. ઈર્ષા દ્વેશભાવ જેવા દુરગુણ રમતથી ઘણાં અંશે દૂર થાય છે.
વર્ગની ચાર દિવાલ વચ્ચે ભણતું બાળક ભલે ભણવામાં હોંશિયાર હોય પણ વર્ગની બહાર કે વર્ગમાં આનંદથી રમતું બાળક ઘણુંજ વ્યવહારકુશળ, સમજદાર, હૈયા ઉકેલ, કોઠો સૂઝ ધરાવતું થાય છે. તેમનામાં મૌલિકતા આવે છે. આખરે એકાગ્રતા, અવલોકન, નિરીક્ષણ, ચપળતા, ઝડપી વિચાર પ્રક્રિયા ભણવામા મદદ કરે જ છે, પણ જીવંત પ્રર્યત ગુણો ખિલવાં લાગે છે. નિખાલસતા ઘણા બધા પ્રગતિના સોપાનો સર કરાવે છે. બાળક વિનયી અને સ્વંયશિસ્તવાળું બાને છે.
તો આપણા મનમાં એક પ્રશ્ન ઉદભવે કે શું ભણાવવું નહી, અને માત્ર રમાડ જ કરવુ ? ના… એવું નથી ભણતર અને રમત બન્ને અલગ નથી. રમત પણ એક અભ્યાસક્રમનો ભાગ જ છે. ઘણી વખત બાળક રમત -રમતમાં શીખી જાય છે.
પણ આજે રમત પ્રત્યે દુરલક્ષ્ય સેવાય છે. તે ખરેખર યોગ્ય નથી વર્ગમા કે બહાર રમત રમાડવાથી બાળકો હળવાશ અનુભશે. તેમના ચહેરામાં તાજગી આવશે આંખોમાં ચમક જોવા મળશે.

2 comments:

પોસ્ટ મેઈલ

Enter your email address:

Delivered by FeedBurner

એજ્યુ સફર ડોટ કોમ
નવી પોસ્ટ એજ્યુ સફર.કોમ પ્રકાશિત થશે, તો મુલાકાત લેશો.આભાર.