Follow US

Responsive Ad

આર્નોલ્ડ ટોયન્બી 1 માર્ચ

શ્રી એલ.વી.જોષી
વિશ્વના મહાન માનવતાવાદી ઇતિહાસકાર શ્રી આર્નોલ્ડ ટોયન્બીનો જન્મ
ઇંગ્લેન્ડમાં 1/3/1889 ના રોજ થયો હતો. પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરીને
વિન્ચેસ્ટર શાળામાં પ્રવેશ મેળવી ધર્મ અને ઇતિહાસને મુખ્ય વિષયો તરીકે
પસંદ કર્યા. ગ્રીક અને રોમન સંસ્કૃતિ પરના ઘણાં ગ્રંથો તેમણે વાંચી લીધા.
આ વાંચનની તેમના પર ખૂબ અસર થઇ. તેમણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં
પ્રાધ્યાપક તરીકે સેવાઓ પણ આપી. ગ્રીક સંસ્કૃતિના પુરાતન સ્થળો, અવશેષો
વગેરે પ્રત્યક્ષ જોવા માટે પ્રવાસ ખેડયો હતો અને ઘણી ઉપયોગી માહિતી
એકત્રિત કરી. તેમના અથાક પરિશ્રમ દ્વારા જુદી જુદી સંસ્કૃતિના ઉદભવ,
વિકાસ, પતન અને પરિવર્તનનું વિસ્તૃત આલેખન કર્યું છે. વિશ્વમાં અજોડ એવા
સંસ્કૃતિના સળંગ સૂત્ર આલેકતાં ગ્રંથો તેમણે વિશ્વને અર્પણ કર્યા. જેમાં
નિતિમત્તા અને ધર્મ ઉપર ભાર મૂક્યો છે. ટોયન્બી કહે છે : હિંદુ ધર્મના
ઋષિઓને સત્યની જે પ્રતીતિ થઇ એવી પ્રતીતિ કોઇપણ ધર્મના ગ્રંથોમાંથી જડતી
નથી. ભારતીય સંસ્કૃતિની ઘણી બધી વાતોને તેઓ વખાણતા. પોતાનું જીવનકાર્ય
પૂર્ણ થઇ જાય પછી ભારતીય વ્યક્તિને પોતાનો દેહ પ્રત્યેનો પ્રેમ દૂર થાય
છે અને મૃત્યુને શાંતિથી આવકારવા એ તૈયારી કરે છે, આ હકિકત તેમને બહુ
ગમતી. ઇ.સ.1975 માં તેમનું અવસાન થયું. ઉમાશંકર જોશીએ કહ્યું છે કે,
‘વિશ્વમાં જે થોડાક મહાનુભાવોએ ઊંચા બાહુ કરીને માનવને આત્મનાશના પંથેથી
પાછા વાળવા જે માર્મિક વિનંતી કરી છે, તેમાંના ટોયન્બી પણ એક છે.’

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ