દિન વિશેષ
આઇઝેક ન્યૂટન 20 માર્ચ
શ્રી એલ.વી.જોષી
વિશ્વપ્રસિદ્ધ વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટનનો જન્મ ઇ.સ.1642 માં ઇંગ્લેન્ડના એક નાના ગામમાં થયો હતો. જે વર્ષે ગેલિલિયોનું અવસાન થયું તે જ વર્ષે જાણે કે તેમની ખોટ પૂરવા એવા જ મહાન વૈજ્ઞાનિક ન્યૂટનનો જ્ન્મ થયો અને ખુશનસીબ ઘટના ગણાવી શકાય. નાનપણથી જ તેને હાથકારીગરીની નાની નાની વસ્તુઓ બનાવવાઓ ખૂબ રસ હતો. ગ્રેજ્યુએટ થયા પછી તેમણે સૌ પ્રથમ ગણિત ક્ષેત્રે ‘બાઇનોમિયલ થિયરમ’ ની શોધ કરી. ગુરુત્વાકર્ષનો સિદ્ધાંત એ ન્યૂટનની ક્રાંતિકારી શોધ છે. કેલ્ક્યુલસ અંગેનો સિદ્ધાંત,ટેલિસ્કોપની રચના, પ્રકાશના વક્રીભવનની શોધ વગેરે શોધોએ ન્યૂટનને અમર ખ્યાતિ બક્ષી છે. પરંતુ ન્યૂટને કરેલ શોધો અવૈજ્ઞાનિક માન્યતાઓ સામેનો મોટામાં મોટો પડકાર હતો. આટલી પાયાની શોધો કર્યા છતાં ન્યૂટન પ્રામાણિકપણે એમ માનતા હતા કે પોતે માત્ર જ્ઞાનના સાગરના કિનારે છીપો વીણતા એક બાળક જેવો છે, જ્યારે સત્યનો દરિયો તો મારી સમક્ષ વણઉકેલાયેલો પડ્યો છે. દરમિયાન તેમને રૉયલ સોસાયટીની પ્રમુખ તરીકે ચુંટવામાં આવ્યા અને રાણીએ તેમને ‘સર’ નો ખિતાબ આપી સન્માન્યા. 20/3/1727ના રોજ આ મહાન વૈજ્ઞાનિક ચિરનિદ્રામાં પોઢી ગયા. ન્યૂટને પોતાના પૂર્વાચાર્યોનું ઋણ સ્વીકારતા કહ્યું હતું : ‘જો હું કંઇ પણ આગળ જોઇ શક્યો છું, તો ફક્ત એ દિગ્ગ્જોના ખભે ઊભીને જ !
teachertech.rice.edu |
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ