Follow US

Responsive Ad

કાર્લ માર્કસ 17 માર્ચ

en.wikipedia.org

શ્રી એલ.વી.જોષી
સમાજવાદી વિચારધારા જનક કાર્લ માર્કસનો જન્મ ઇ.સ.1818 માં જર્મનીમાં યહૂદી કુટુંબમાં થયો હતો. વિદ્યાર્થી અવસ્થામાં જ તેમણે ધનસંપતિનો ઉપહાસ કરી, માતાપિતાની આશા ઉપર પાણી ફેરવી દીધેલું. પી એચ.ડી.થવા છતાં આક્રમક વિચારધારાને કારણે તેમને પ્રાધ્યાપક પદ ન મળ્યું. બહુમુખી પ્રતિભા ધરાવતા માર્કસ ક્રાંતિકારી વિચારોને લીધે પત્રકારત્વના ક્ષેત્રેમાં પડ્યાં અને જોતજોતામાં ક્રાંતિકારીઓના આગેવાન બની ગયા. પરિણામે જર્મનીથી ભાગી તેને પેરિસ જવું પડ્યું, ત્યારે બ્રસેલ્સ જઇ તેણે જગવિખ્યાત સામ્યવાદી જાહેરાતનામું બહાર પાડયું. તેમનો જીવનના મહાકાર્ય સમો કેપિટલ ગ્રંથ વિશ્વમાંના મહાન ગ્રંથોમાંનો એક ગણાય છે. સામ્યવાદના મૂળ સ્થાપક અને વિશ્વ સમક્ષ પોતાની વિચારધારાનો પ્રભાવ મૂકી જનાર વિરલ વ્યક્તિઓમાંના એક કાર્લ માર્કસ હતા. તેઓ ખરેખર આર્ષદ્રષ્ટા હતા અને પચાસ વર્ષ પછીની દુનિયા કેવી હશે અને જનજીવન કેવો વળાંક લેશે એની ઊંડી સૂઝ સમજ તેઓ ધરાવતા હતા. પરંતુ કદરહીન લોકસમુદાયે કાર્લ માર્કસની ઉપેક્ષા કરે. 17/3/1883 ના રોજ જગતન એ મહાન ક્રાંતિકારી પોતાના સિદ્ધાંતોને ખાતર કઠોર ગરીબી અને યાતનાભરી જિંદગી ગુજારી અવસાન પામ્યા. તેમના મૃત્યુ બાદ તેમના અનુયાયીઓની સંખ્યા એટલી બધી વધી ગઇ કે  કાર્લ માર્કસ સામ્યવાદના જનક તરીકે પૂજાયા

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ