દિન વિશેષ
એની બેસન્ટ 13 માર્ચ
શ્રી એલ.વી.જોષી
ભારતને જ પોતાની કર્મભૂમિ બનાવી દેનાર સેવાભાવી અંગ્રેજ મહિલા શ્રીમતી એની બેસન્ટનો જન્મ ઇ.સ.1847 માં લંડનમાં થયો હતો. નેશનલ સેક્યુલર સોસાયટીમાં જોડાઇ દશ વર્ષ સુધી અથાક પ્રયત્નો કરી અને વ્યાખ્યાનો તથા કલમ વડે ધાર્મિક પાખંડો સામે સંગ્રામ આદર્યો. 100 જેટલા પુસ્તકો ઉપરાંત વૈવિધ્યપૂર્ણ સાહિત્યસર્જન તેમના દ્વારા થયું. બનારસ જઇ ‘શાંતિકુંજ’ નામ તપોવન બનાવ્યું. હિંદુ, મુસ્લિમ, જૈન,બૌદ્ધ વગેરે બધાં ધર્મોનો અભ્યાસ કરી, એમાંથી એકતાનું અમૃત તારવીને ભારતીય સંસ્કૃતિ સેવાની પ્રવૃતિ ઉપાડી. હિંદમાં રહીને કરેલું કાર્ય એટલું પ્રેરક હતું કે, સમસ્ત જગતની થિયોસોફિકલ સોસાયટીના તેઓ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. કૉંગ્રેસના ઉદ્દામ અને વિનીત દળો વચ્ચેનો મતભેદ નિવારવા તેમણે ‘હોમરૂલ’ નો મંત્ર ભારતીય જનતાને આપ્યો. મદ્રાસના ગવર્નરે અંગ્રેજ શાસન વિરોધી પ્રવૃતિઓ સામે ચેતવણી આપી, પરંતુ તેમના પર કોઇ અસર થઇ નહીં, તેથી અંગ્રેજ સરકારે તેમને નજરકેદ કર્યાં. ત્રણ માસ પછી તેઓ છૂટી ગયાં ત્યારે પ્રચંડ બહુમતિથી તેમને કલકત્તા કૉંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યાં. 13/3/1933 રોજ એમનો જીવનદીપ બુઝાયો ત્યારે 42 દેશોના પ્રતિનિધિઓ પોતાના ધ્વજ સાથે સ્મશાનમાં સાથે ચાલ્યા હતા. કર્મવીરતા અને ધર્મવીરતા સેવવામાં તેમનું સંપૂર્ણ જીવન વ્યતીત થયું હતું. જિંદગીનો મોટા ભાગનો સમય આ દેશની સંસ્કૃતિ અને સેવામાં વ્યતીત કરનાર આ સન્નારીને ભાવાંજલિ.

ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ