Follow US

Responsive Ad

બાળ વાર્તાનો ખજાનો ચિલડ્રન યુનિવર્સિટી પર

કમલેશ ઝાપડિયા

ચિલડ્રન યુનિવર્સિટી બ્‍લોગ પર બાળ વાર્તાનો ખજાનો મળ્‍યો છે. સુંદર ચિત્રો સાથે બધી વાર્તાઓ આપી છે. એક વાર્તાનો થોડો ભાગ મૂક્યો છે. જરૂર તમને રસ પડશે.

પચરંગી પોપટનો પુસ્તક પ્રેમ

 એક સુંદર મઝાનું વન હતું. તે વનમાં વિવિધ પ્રકારનાં પશુ-પંખીઓ રહેતાં હતાં. જેમાં સિંહ, વાઘ, વરુ, હાથી, હરણાં, સસલાં, મોર, બગલા, બતક વગેરેનો સમાવેશ થતો હતો.

        તે વિશાળ એવાં સુંદરવનમાં આવેલ એક રંગ-બે-રંગી ફૂલોથી ઊભરાતાં એવાં ગુલમહોરનાં વૃક્ષ ઉપર એક અતિ સુંદર મઝાનો પચરંગી પોપટ પણ રહેતો હતો. તે પચરંગી પોપટને વાંચનનો ખૂબ જ શોખ હતો. વનમાં આવેલ એક જ્ઞાનથી સમૃદ્ધ એવા ગ્રંથાલયનો તે સભ્ય પણ હતો. આથી તે જ્યારે નવરાશની પળોમાં હોય ત્યારે તે કોઈ ખૂબ જ સારું, શિષ્ટ અને સુરુચિપૂર્ણ પુસ્તક વાંચવામાં મશગૂલ બની જતો હતો. તેની આવી પ્રવ્રુત્તિ જોઈ વનનાં પશુ-પંખીઓ તેને થોડીવાર તો ચીડવતાં પણ હતાં કે આ પચરંગી પોપટ તો નર્યો પુસ્તકિયો કીડો છે, હોં. પરંતુ તે પચરંગી પોપટ પોતાનું જ્ઞાન, સાહિત્ય મેળવવાની પ્રવૃત્તિમાં જ રત રહેતો હતો.
રસ પડ્યો ? 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ