દિન વિશેષ
સયાજીરાવ ગાયકવાડ 11 માર્ચ
શ્રી એલ.વી.જોષી
rishajewels.com |
વડોદરા રાજયના પ્રગતિશીલ અને લોકપ્રિય રાજવી સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનો જન્મ 11/3/1863 ના રોજ મહારાષ્ટ્રના કવલાણા ગામમાં થયો હતો.અઢાર વર્ષની ઉંમરે તેઓ અંગ્રેજી વાંચતા અને બોલતા થયા. ટૂંકા ગાળામાં તો તેમણે રાજયસૂત્રોની જરૂરી માહિતી તથા જ્ઞાન મેળવી લીધા. દરમિયાન તેમને વડોદરા રાજયની સર્વ સત્તા સોંપવામાં આવી. કલ્પનાશીલ દીર્ધદ્દષ્ટિ રાજવી સયાજીરાવે વડોદરાને સુવિકસિત અને શોભતું નગર બનાવ્યું. પ્રજાવત્સલ રાજવી બનીને જેમણે હિન્દુસ્તાનમાં સૌ પ્રથમ મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કર્યું. એ સમયમાં ક્રાંતિકારી એવા સમાજ સુધારણાના અનેક કાયદા કર્યા. સંસ્કૃત અને હિંદી પ્રચાર-પ્રસાર માટે એમણે વ્યાપક પ્રયત્નો કર્યા. એક દેશી રજવાડાના રાજા હોવા છતાં સમય પર રાષ્ટ્રીય સમસ્યાઓ પર નિર્ભયતાપૂર્વક પોતાના વિચારો વ્યકત કરતા રહેતા. લોકોપયોગી કાર્યો માટે ધન વાપરતા તેમણે કદી પાછી પાની કરી ન હતી. તેમણે ત્રીસેક વખત વિદેશયાત્રા કરી, જેથી સુધારા અને સંસ્કૃતિ ક્ષેત્રે આગળ વધેલા દેશોના ઉમદા વિચારો અને કાર્યો રાજયમાં દાખલ કરવાની તેમને તમન્ના જાગી. યુરોપમાં હતા ત્યારે બિમાર થતાં તેમને ભારત લાવવામાં આવ્યા. ઇ.સ.1939 માં મુંબઇ ખાતે તેમનું અવસાન થયું. પરાધીનતાના સમયમાં એમણે અંગ્રેજ સત્તા સાથે સંઘર્ષ કરી રાજયની પ્રજાને કુશળ વહીવટ આપ્યો તે પ્રેરણાદાયી છે.
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ