Follow US

Responsive Ad

ડૉ.હરિપ્રસાદ દેસાઇ 31 માર્ચ


શ્રી એલ.વી.જોષી
પૂજ્ય બાપુના પરમ મિત્ર અને સમાજસેવક ડૉ.હરિપ્રસાદ દેસાઇનો જન્મ ઇ.સ.1880 માં થયો હતો. ડોકટરનો વ્યવસાય ચાલુ રાખી સમાજ સેવા પણ કર્યે જતા હતા. અમદાવાદની સુધરાઇના પ્રમુખપદ પર રહી અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવા અને રોગમુકત કરવા ભારે પ્રયત્નો કર્યા હતા. આ સમય દરમિયાન એમના પહેલા પ્રમુખ તરીકે રહી ચૂકેલા સરદાર વલ્લભભાઇ પટેલની ઉત્તમ પ્રણાલીઓને તેમણે આગળ ચલાવી હતી. અત્યંત સાદગીપૂર્ણ તેમનું જીવન હતું. મ્યુનિસિપાલિટીનાં પ્રમુખ વગેરે હોદ્દાઓ ઉપર હોવા છતાં તેઓ હંમેશા પોતાની સાઇકલ ઉપર જ ફરતા હતા. ઘણી ખરી સભાઓમાં ડૉકટર સાહેબ જ પ્રમુખસ્થાને રહીને જે તે વિષય પર પણ અત્યંત અભ્યાસપૂર્ણ અને રમૂજી શૈલીમાં પ્રવચન આપતા. સાથે સાથે ગાંધી વિચારધારાને પણ એમણે બરાબર પચાવી હતી. તેઓ સંગીતના પણ ભારે શોખીન હતા. અમદાવાદ આવવાનું સૌ પ્રથમ બાપુને નિમંત્રણ આપનાર ડૉ.હરિપ્રસાદ દેસાઇ હતા. 90 વર્ષનું દીર્ધાયુષ્ય ભોગવીને 31/3/1950 ના રોજ ડૉકટર સાહેબનું અમદાવાદમાં અવસાન થયું હતું. એક વ્યાખ્યાનમાં તેમણે કહેલું બાપુના અઢારવિધ રચનાત્મક કાર્યક્રમોમાં હું એક ઓગણીસમો કાર્યક્રમ ઉમેરવા માંગુ છું. આ બગડેલી દુનિયાને સુધારવાનો એક જ ઉપાય છે, તે એ કે દરેક માણસ એક માણસને સુધારે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ