Follow US

Responsive Ad

પૃથ્વીસિંહ આઝાદ 5 માર્ચ

શ્રી એલ.વી.જોષી
સંતોની માફક ભારતીય ભૂમિ ક્રાંતિકારો માટે પણ જાણીતી છે. આમાંના એક ક્રાંતિકારી બાબા પૃથ્વીસિંહ આઝાદનો જન્મ ઇ.સ.1892 માં થયો હતો. અભ્યાસ દરમિયાન જ માતૃભૂમિની મુક્તિના સ્વપ્ન સેવવા લાગ્યા અને બંગભંગનું આંદોલન શરૂ થતા તેમાં જોડાયા. શ્રી આઝાદ લાહોર કાવતરા કેસમાં સંડોવાયા અને તેમને આજન્મ કારાવાસની સમા માટે જેલમાં લઇ જવાતા હતા ત્યારે દોડતી ટ્રેનમાંથી બેડીઓ સાથે કૂદી પડી ભાગી છૂટયા હતા. સ્વામીરાવ નામ ધારણ કરી ભાવનગર આવ્યા અને ગણેશ ક્રીડા મંડળ ની સ્થાપના કરી, જયાં નાના બાળકો માટે રમત ગમત અને અખાડાની પ્રવૃતિઓ ચાલતી હતી. ઉપરાંત યુવાનોને અખાડામાં અંગ કસરતના ખેલો કરી બતાવતા. સરકારે તેમના માથે ઇનામ જાહેર કર્યું તે વખતે તેઓ સ્વામી સદાનંદ નામે યાત્રાસ્થળોમાં ફર્યા. હોંગકોંગમાં 75 વર્ષણી વય વટાવી ગયેલાની દોડ સ્પર્ધામાં તેમણે ભાગ લીધો ત્યારે 91 વર્ષની ઉંમરે તેઓ પ્રથમ આવી સુવર્ણચંદ્રક વિજેતા બન્યા હતા.તેમના જીવનના ઉત્તરાર્ધમાં ગાંધીજીને આત્મસમર્પિત થયા અને ક્રાંતિકારીનું સામાજિક જીવન અને સદગૃહસ્થ તરીકેના જીવનમાં ફેરવાયું. 5/3/1989 ના રોજ પૃથ્વીસિંહ આઝાદનું અવસાન થયું. બાબા પૃથ્વીસિંહ આઝાદનું સમગ્ર જીવન ક્રાંતિની વીરગાથા છે અને તેથી જ માતૃભૂમિની આઝાદી માટે જીવન અર્પણ કરનારા આ ક્રાંતિવીરનું નામ પ્રથમ પંકિતમાં સુવર્ણાક્ષરે અંકિત રહેશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ