Follow US

Responsive Ad

જહોન વુલ્ફગેંગ ગેટે 26 માર્ચ

શ્રી એલ.વી.જોષી
મહાકવિ કાલિદાસ રચિત ‘અભિજ્ઞાન શાકુન્તલ’ નાટકનો અનુવાદ વાંચીને એટલા ભાવવિભોર થઇ ગયા કે પુસ્તક મસ્તક પર મૂકીને નાચવા લાગ્યા હતા તે જર્મનીની પ્રાજ્ઞકવિ જહોન વુલ્ફગેંગ ગેટેનો જન્મ ઇ.સ.1749 માં થયો હતો. અભ્યાસ સાથે જ તેમણે નાટ્યકૃતિઓ રચી. તેર વર્ષની એક કન્યાના પ્રેમમાં પડી તેણે પ્રથમ ઊર્મિકાવ્યો રચ્યા. પ્રજ્ઞાચક્ષુ વિવેચક હર્ડરમાં આ કવિને કવિતાનો રાજમાર્ગ જડી ગયો. તેમણે રચેલી ‘ગોન્ઝ’ કૃતિએ જર્મનીમાં તેને ખ્યાતિ અપાવી. એક વકીલે નિષ્ફળ પ્રણયજીવનથી કંટાળી આપઘાત કર્યો તે બનાવની અસર નીચે તેણે ‘વેર્ટરની વેદના’ નામની નવલકથા લખી. નેપોલિયન જેવા કઠોર પુરુષે પણ આ પુસ્તક સાત વાર વાંચ્યું હતું. ગેટેને શિલર સાથે થયેલો પરિચય દીર્ધજીવી નીવડ્યો. શિલરનું મૃત્યુ થતાં ગેટેની જાણે કે પાંખ કપાઇ ગઇ અને પોતાનું મહાકાવ્ય નાટક ‘ફાઉસ્ટ’ લખ્યું છે. ગેટે રંગભૂમિ, ચિત્રકલા અને શિલ્પકલામાં પણ ખૂબ ઊંડો રસ ધરાવતા હતા અને તેને માટે તેમણે ખૂબ શક્તિ ખર્ચી હતી. આવા મહાકવિ ગેટેએ 83 વર્ષનું આયુ ભોગવી 26/3/1832 ના રોજ વહેલી સવારે ‘પ્રકાશ! વધુ પ્રકાશ! એ શબ્દો સાથે સદાકાળને માટે નયનો મીંચી દીધા. ખરેખર ગેટે દ્વ્રારા જ સૌ પ્રથમવાર જર્મન સાહિત્ય વિશ્વસાહિત્યના ઊંબરા પર આવીને ઊભું રહી શકયું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ