દિન વિશેષ
એસ.એન.તાવરીયાજી 2 માર્ચ
શ્રી એલ.વી.જોષી
સરલ પ્રકૃતિના ગૃહસ્થયોગી એસ.એન.તાવરીયાજી 2/3/1919 ના રોજ એક દિવ્ય હેતુ
માટે પધાર્યા હતા. તેઓ શ્રીએ એક સિદ્ધગુરુના સાંનિધ્યમાં તેમની સાત
વર્ષની વયે યોગાભ્યાસ શરૂ કર્યો હતો અને મહર્ષિ પતંજલિની પરંપરામાં
યોગસાધના કરતાં જ યોગની પરમ અવસ્થાનો અનુભવ કર્યો હતો. એન્જીનિયરીંગ
ફેકલ્ટીની ઊંચી ડિગ્રીઓ ધરાવનાર, પારસી ખોળિયાના મુંબઇ સ્થિત આ મહાયોગી,
પ્રસિદ્ધિથી પર રહીને બહારથી પૂર્ણ રીતે ગૃહસ્થાશ્રમનો ધર્મ બજાવતા હોવાં
છતાં અંદરથી પૂર્ણ મુક્ત દશામાં જીવતા હતા. યોગ સાધનાથી તેઓએ પોતાના
શરીર-મનને એવા તૈયાર કર્યા હતા કે તેઓ અઠવાડિયામાં માત્ર બે વાર ભોજન અને
વીસ કલાક સતત કાર્યશીલ રહી રાત્રે માત્ર ચાર કલાક આરામ કરતા. અનંતના કંપન
સાથે સંવાદ રચતી 3 SRB અને 6 Refining તેમની કસરતો સામાન્યજન માટે
આરોગ્યનું વરદાન છે. તેઓ કહેતા : ‘મનને કાબૂમાં રાખવા, શ્વાસ સિવાય આપણી
પાસે બીજું કોઇ સરલ સાધન નથી. શ્વાસમાં 24 કલાક રીધમ બેસાડી દયો અને તમે
મહાસાગર તરી જશો.’ ઇ.સ.1994માં પોતાના અવકાશી ગૃહે પરત પહોંચી ગયા. તેમનો
જીવનમંત્ર હતો. “Breathe in breathe out forgiveness” શ્વાસે શ્વાસે
પ્રેમ,ઉચ્છવાસે ક્ષમા.

ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ