દિન વિશેષ
રામપ્રસાદ બક્ષી 22 માર્ચ
શ્રી એલ.વી.જોષી
પંડિત યુગના સાક્ષર શ્રી રામપ્રસાદ બક્ષીનો જન્મ ઇ.સ.1894 માં જૂનાગઢના નાગર કુટુંબમાં થયો હતો. તેમનો અભ્યાસકાળ તેજસ્વી રહ્યો હતો. મુંબઇ યુનિવર્સિટીમાં શ્રી રામભાઇએ બી.એ.ની ઉપાધિ મેળવી અને વ્યવસાયમાં તેમણે પ્રિય એવું અધ્યાપન કાર્ય સ્વીકાર્યું. આચાર્યપદેથી નિવૃત થયા પછી પણ એ જ સંસ્થામાં માનદ સલાહકાર તરીકે રહ્યા હતા. તેમની વિદ્વતાની કદર તરીકે મુંબઇની મીઠીબાઇ કૉલેજે તેમને માનાર્હ અધ્યાપક તરીકે નિયુકત કર્યા હતા. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં તેમણે ત્રણ વર્ષ સુધી વિઝિંટીંગ પ્રાધ્યાપક તરીકે સેવા આપી હતી, ઉપરાંત અનેક સાહિત્યિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે જોડાયેલા રહ્યા હતા. ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડની સલાહકાર સમિતિમાં પણ તેઓ રહી ચૂકયા હતા. સુરતની નર્મદ સાહિત્યસભાએ તેમને ‘નર્મદ સુર્વણચંદ્રક’ અર્પણ કર્યો હતો. ‘વાડ્મયવિમર્શ’ , ‘નાટ્યરસ’ અને ‘કરુણરસ’ એમણે લખેલ ગ્રંથો છે. તેમના હાથ નીચે અભ્યાસ કરનારાઓની બે-ત્રણ પેઢી થઇ ગઇ છે એ રીતે તેઓ ‘ગુરુણાંમ ગુરુ:’ ગણાય. તેમનું અવસાન 22/3/1989 ના રોજ થયું હતું. શ્રી રામપ્રસાદ બક્ષીનું સમગ્ર જીવન વિદ્યાકીય પ્રવૃતિથી ભર્યું ભર્યું રહ્યું છે તેઓ સાચા અર્થમાં ‘વિદ્યાપુરુષ’ હતા.
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ