દિન વિશેષ
ભગતસિંહ 23 માર્ચ
શ્રી એલ.વી.જોષી
graphics18.com |
સ્વાતંત્ર્ય સંગ્રામના એક અણનમ યોદ્ધા, ઝિંદાદિલ ઉદાર ઇન્સાન, વીર ભગતસિંહનો જન્મ ઇ.સ.1907 માં પંજાબમાં થયો હતો. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી દિલ્હી જઇને પત્રકાર તરીકે જીવન શરૂ કર્યું હતું. જલિયાવાલા બાગના હત્યાકાંડે ભગતસિંહને હચમચાવી મૂકયા. તેમનો દેશપ્રેમ એટલી હદે પ્રખર બની ગયો કે અહિંસક લડત કરવા જેટલી ધીરજ એમનામાં રહી નહી. ભગતસિંહનો આત્મા હવે કુરબાની માટે સંકલ્પબદ્ધ બન્યો હતો. ‘ઇન્કલાબ ઝિંદાબાદ’ નારા સાથે દિલ્હીની વડી ધારાસભાના હોલમાં બોંબ ધડાકો કરીને જે પત્રિકાઓનો વરસાદ વરસાવ્યો તે ગુના સબબ બ્રિટિશ સરકારે તેમના પર કેસ કર્યો. તેઓ પોતાનો બચાવ કે કોઇની દયાભરી દરમિયાનગીરી ઇચ્છતા ન હતા અને તેમને ફાંસીની સજા ફરમાવી. જેલમાં રહીને ય તેમણે દેશ પ્રત્યેની ચિંતા અને ચિંતન કર્યું છે. 23/3/1931 ના રોજ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસીના ફંદાને જાતે જ ચૂમીને ગળામાં નાંખ્યા અને મા ભારતના લાડલા સપૂતો અનંતની રાહના મુસાફરો બન્યા હતા. ભગતસિંહે કહેલું , “ભારત આઝાદી કી યજ્ઞ કી વેદી પર હમ અપને પ્રાણોકી આહુતિ દે રહે હૈ ઔર હમારી આહુતિ સે જો જવાલા પ્રગટ હોગી ઉસકી રોશની પૂરે ભારત મેં ક્રાંતિ બનકે ફૈલેગી તબ અંગ્રેજ કો ભારત સે ભાગના પડેગા” અમર શહિદ ભગતસિંહ આજે પણ ભારતના પ્રત્યેક દેશપ્રેમી નાગરિકના હ્રદય સિંહાસન પર વિરાજિત છે.
ટિપ્પણી પોસ્ટ કરો
1 ટિપ્પણીઓ
સુંદર ...
જવાબ આપોકાઢી નાખો