Follow US

Responsive Ad

વાજસુર વાળા 10 માર્ચ


શ્રી એલ.વી.જોષી
ગાંધી વિચારસરણીથી રંગાયેલા કલાપી મિત્ર વાજસુરવાળા દરબારનો જન્મ 10/3/1874 ના રોજ થયો હતો. ગુજરાતી છ ધોરણ બગસરામાં ભણીને વધુ અભ્યાસાર્થે રાજકોટની રાજકુમાર કૉલેજમાં પ્રવેશ લીધો. એમના કૌશલને પારખીને એમને તાલુકાના વહીવટી અધિકારની સોંપણી વહેલી થઇ ગયેલી. એમનું એ રજવાડું હતું તો નાનું, પણ જે કુશળતાથી એમણે એનો વહીવટ ચલાવ્યો એથી પ્રભાવિત થઇને બ્રિટિશ પોલીટિકલ એજન્ટે એમને પોરબંદર રાજયના એડમિનિસ્ટ્રેટર બનાવ્યા હતા. નામાંકિત ભજનિકો અને મેઘાણી જેવા સાહિત્યકારોનો એમને ત્યાં સદાય આદર થતો. જમીન જોઇને, કયાં કેટલે ઊંડે પાણી હશે એ કહી શકતા. દર વર્ષે રજાઓમાં હડાળામાં થિઓસોફીના વર્ગો ચલાવતા. એમણે સ્થાપેલી હડાણા લાઇબ્રેરી નો સમૃદ્ધ ગ્રંથભંડાર ત્યાંની પ્રજા માટે સદા ખુલ્લો રહેતો. એમણે હરિજન બાળકોના શિક્ષણ અને વિકાસ માટે ખાસ પ્રબંધ કરેલો. એટલું જ નહીં, કેટલાક હરિજનોને શિષ્યવૃતિ આપી વધુ ભણાવીને પોતાના રાજયમાં શિક્ષકો બનાવેલા. તેઓ ઇતિહાસ, સાહિત્ય, લોક સાહિત્ય અને તત્વજ્ઞાનન ઊંડા અભ્યાસુ હતા. દરબારગઢમાં એમણે રેંટિયો પણ રાખેલો અને રાણીસાહેબા જાતે એના પર કાંતતા, ઇ.સ.1954 માં તેમનું દેહાવસાન થયું. સત્યથી ઉપર કોઇ ધર્મ નથી એવું સૂત્ર એમની કચેરીમાં પ્રવેશ કરતાં જ સૌની નજરે પડતું.

ટિપ્પણી પોસ્ટ કરો

2 ટિપ્પણીઓ