Follow US

Responsive Ad

શાળામાં વાર્તા લેખનનો એક અનુંભવ.

કમલેશ ઝાપડિયા

બાળકોની કલ્‍પનાસૃષ્ટિને કાગળ પર શબ્દ સ્વરૂપે  આકાર આપતી એક સરસ પ્રવૃતિ એટલે વાર્તા લેખન પ્રવૃતિ. વર્ગમાં કરેલી પ્રવૃતિનો અનુભવ આપની સાથે શેર કરું છું. વર્ગમાં વાત કરી કે.......
શું તમને આવા વિચાર આવ્યા છે?
કેવા?
તો સાંભળો હું તમારા જેવડો હતો ત્યારે મને પણ આવા વિચારો આવ્‍યા હતાં.
હું સાઇકલ ચલાવતો ત્‍યારે મને એમ થતું કે હેલિકૉપ્ટર જેમજ સાઇકલ પર પંખો લગાડી, પેડલ મારતા પંખો ફરે અને સાઇકલ ઊડવા લાગે. એક એવો રૂમ કે જે આકાશમાં ઉડતો હોય, ત્‍યાં  બેઠો બેઠો હું વાંચતો હોઉં. એક એવો ઘોડો મને મળી જાય જેના પર હું બેસું અને તે ઊડવા લાગે. આવા તો કેટલાય વિચારો કે કલ્પના મને આવેલી.
શું વિદ્યાર્થી મિત્રો તમને આવી કલ્પના આવે છે ખરી? બધાનો જવાબ હામા આવ્યો. તો આજે આપણે એક કામ કરીએ. માનો કે તમને એક ઉડતો ઘોડો મળી જાય તો?  તો હવે તમારે કલ્પના કરી વાર્તા બનાવવાની છે.  તમારે તે ઘોડો લઇને ફરવાનું છે. તમારા નામને બદલે કોઇ બીજું નામ રાખી દેવાનું. તમને મો પડે એટલું લખવાનું છે.
બોલો તમે આવી વર્તા લખશો?
બધા બાળકો એ હા પાડી.
તો તમારી નોટબૂક અને પેન લઇ લો. તેમાં તમારું નામ, ધોરણ અને આજની તારીખ પણ લખી નાખો. હવે તમે અહિંથી ઉભા થઇ એકલા બેસીને નિરાંતે વાર્તા લખી શકો છો. ને પછી બાળકો નોટબૂક અને પેન લઇ જતાં રહ્યા. મંડયા વાર્તા લખવા. વાર્તા લખવામાં બધા ખૂબ મશ્‍ગુલ બની ગયા. તેમાંથી ઘણી વાર્તાઓ મળી. બધાં બાળકોને ભેગા કરી એક સભા કરી. પછી બાળકો એ રચેલી વાર્તા તેમનીજ પાસેથી સાંભળી. ખરેખર ખૂબ મજા આવી. મે ધાર્યા કરતા એ ઘણું સરસ પરિણામ મળ્યું. હવે આ બધી વાર્તાઓનો એક હસ્ત લેખિત અંક તૈયાર કરી રહ્યા છીએ. થોડા જોડણી કે ભાષાકીય સુધારા કરી આ બ્‍લોગ પર મૂકતા રહીશું. તો તમે પણ એક વખત આ પ્રવૃતિ કરાવી જુઓ. અને માણો બાળકોની કલ્‍પનાસૃષ્ટિ.

ટિપ્પણી પોસ્ટ કરો

3 ટિપ્પણીઓ