દિન વિશેષ
દુલા ભાયા કાગ 12 ફેબ્રુઆરી
શ્રી એલ.વી.જોષી
ગુજરાત-સૌરાષ્ટ્રના લોકસાહિત્યની એક આગવી પ્રતિભા દુલા ભાયા કાગનો જન્મ ઇ.સ.1902 માં ભાવનગર પાસેના સોડવદર ગામમાં થયો હતો.બાળપણથી જ ભક્તિના સંસ્કાર રોપાયા. દશ વર્ષની વયે ગૌસેવાનું વ્રતલીધું.મુક્તાનંદ સ્વામીના આશીર્વાદથી દુલાના હૈયાનાં દ્વાર ખુલી ગયા અને લોકજીવનના વાલ્મીકિ બન્યા. ‘વિચારસાગર’ , ’પંચદર્શી’ અને ‘ગીતા’ તો એમને કંઠસ્થ થઇ ગયા. શાસ્ત્રોનો અભ્યાસ અને અનુભવોમાંથી ઊતરતી વાણી સાથે વહેતી થયેલી દુલા કાગની કાવ્ય સરવાણી આગળ જતાં અસ્ખલિત ધોધ બની રહી. પરંપરાગત ચારણી ઘાટીના એમના કાવ્યગાને હજારોની સભાઓ ડોલાવવા માંડી. એમણે રચેલી ‘કાગવાણી’ નું ગુંજન લોકોનું સંસ્કારધન બની ગયું છે.વિનોબાજીના ભૂદાનના ખ્યાલને એમણે આત્મસાત કર્યો..પોતાની કોમની સંકુચિતતાના અનેક ઘા ખમીને એમણે ચારણોની ઉન્નતિમાં હંમેશા રસ લીધો હતો. ગુજરાતની લોકસંસ્કૃતિ અને લોકસાહિત્યને અખંડ વહેતા રાખનાર કવિ કાગને ભારત સરકારે ‘પદ્મશ્રી’ નો ઇલકાબ એનાયત કરી બહુમાન કર્યું હતું. 12/2/1977 ના રોજ એમણે સદાયને માટે આંખો મીંચી દીધી.કોઇ કવિએ કહ્યું છે : ‘પર ધન પર ધરા મહીં,ભાયલ લેતો ભાગ,પણ ભાયા તારાં ભાગ્ય, દુલા જેવા દીકરા’.
ફોટો સૌજન્ય-મોટી સાઇઝમાં
ગુજરાતી પ્રતિભા પરિચય પર
વડલો કહે મારી વનરાયું સળગી ને, રણકાર પર
વડલો કહે મારી વનરાયું સળગી ને ટહુકો.કોમ પર
આવકારો મીઠો આપજે રે - દુલા ભાયા 'કાગ'
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા - દુલા ભાયા 'કાગ'
ગાંધીડો મારો - દુલા ભાયા ‘કાગ’
પગ મને ધોવા દ્યો રઘુરાય – દુલા ભાયા 'કાગ'
આ લેખ નિચેના બટ્ટન પર ક્લિક કરીને મિત્રો સાથે શેર કરો.
સૌજન્ય-picasaweb.google.com |
ફોટો સૌજન્ય-મોટી સાઇઝમાં
આવકારો મીઠો‘આપજે રે જી‘ MP3 સાંભળવા દાદીમાની પોટલી પર કરો.
નવા અભ્યાસક્રમમાં આ કાવ્ય ફરી મુકાયુ છે.
વડલો કહે મારી વનરાયું સળગી ને, રણકાર પર
વડલો કહે મારી વનરાયું સળગી ને ટહુકો.કોમ પર
આવકારો મીઠો આપજે રે - દુલા ભાયા 'કાગ'
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા - દુલા ભાયા 'કાગ'
ગાંધીડો મારો - દુલા ભાયા ‘કાગ’
પગ મને ધોવા દ્યો રઘુરાય – દુલા ભાયા 'કાગ'
આ લેખ નિચેના બટ્ટન પર ક્લિક કરીને મિત્રો સાથે શેર કરો.
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ