દિન વિશેષ
સરોજીની નાયડુ 13 ફેબ્રુઆરી
શ્રી એલ.વી.જોષી
હિંદના ‘બુલબુલ’,ભારતની પ્રજાને પ્રેરણાના પીયૂષ પાનાર કવયિત્રી સરોજિની નાયડુનો જન્મ 13/2/1879ના રોજ હૈદ્રાબાદમાં થયો હતો.. 13 વર્ષની વયે તેમણે 1300 પંકતિઓ કાવ્યરૂપે લખી અને 2000 લીટીઓનું એક નાટક પણ રચી નાખ્યું.વિલાયતમાં વિવેચકોનું માર્ગદર્શન મળતા એ કાવ્યનિર્ઝરમાંથી શુદ્ધ ભારતીયતાનો કલરવ સંભળાવા લાગ્યો. મહર્ષિ ગોખલે દ્રારા રાજકારણમાં પ્રવેશવાની એમને પ્રેરણા મળી. દીર્ઘકાળ સુધી પોતાની શક્તિઓને રાષ્ટ્રોદ્ધારના કામે લગાડી તેઓ સ્ત્રીસેવા, સમાજસેવા અને સત્યાગ્રહની લડતમાં ગળાડૂબરહેતા.ગાંધીજીના એક અનન્ય શિષ્ય તરીકે તેમણે કરેલી દેશસેવા અવિસ્મરણીય છે. દેશની પ્રત્યેક કટોકટી વખતે ગાંધીજીની સાથે મોરચા પરની પહેલી હરોળમાં તે રહેતાં.મીઠાનો દાંડી સત્યાગ્રહ ચલાવવા માટે જયારે ગાંધીજીની ધરપકડ કરવામાં આવી ત્યારે આ સત્યાગ્રહનું સંચાલન કરવાનો સઘળો ભાર સરોજિની પર આવી પડયો હતો એમના કાવ્યસંગ્રહોમાં ‘બર્ડ ઓફ ટાઇમ’, ‘બ્રોકન વિંગ’, ‘પોએમ્સ ઓફ લાઇફ એન્ડ ડેથ’ વગેરે સમાવિષ્ટ થાય છે. એમના વ્યક્તિત્વનો અજબ જાદુ પ્રત્યેક શ્રોતાજનને મુગ્ધ બનાવી દેતો.આઝાદી પછી તેઓ યુકત પ્રાંતના ગર્વનર બન્યા હતા. એ સ્થાન પર ફરજ બજાવતાં જ ઇ.સ.1949 માં લખનૌમાં અવસાન પામ્યા. સ્વરમીઠાશને કારણે લોકો તેમને ‘ભારતની કોકીલા’ કહેતા.ભારતીય સાહિત્યની સમૃદ્ધિ માટે શ્રીમતી નાયડુનુંસમગ્ર જીવન કવિતા બની રહ્યું છે.
આ લેખ નિચેના બટ્ટન પર ક્લિક કરીને મિત્રો સાથે શેર કરો.
ceeby.com |
આ લેખ નિચેના બટ્ટન પર ક્લિક કરીને મિત્રો સાથે શેર કરો.
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ