Follow US

Responsive Ad

નિકોલસ કોપરનિક્સ 20 ફેબ્રુઆરી


astronoo.com
શ્રી એલ.વી.જોષી
સૂર્યમંડળ વિશે એરિસ્ટોટલ અને ટોલેમીના ખ્યાલોને ધરમૂળમાંથી બદલવાની હિંમત દાખવનાર યુગપ્રવર્તક ખગોળશાસ્ત્રી કોપરનિક્સનો જન્મ 20/2/1473 ના રોજ  પોલેન્ડમાં થયો હતો. બાળપણથી જ તે મહેનતુ હતો અને વિજ્ઞાન પ્રત્યે તેને રુચિ હતી.તેઓ ખગોળ,ગણિત ઉપરાંત તત્વજ્ઞાન પણ ભણ્યા અને ધર્મના શિક્ષણ માટેઇટાલી ગયા. કૉલેજનો અભ્યાસ કરી તેઓ ડૉકટર બન્યા. જોતજોતામાં તેમની ખ્યાતિની સુવાસ ચોમેર પ્રસરી ગઇ.ધર્મગુરૂની ફરજો અદા કરતાં જે કંઇ સમય મળતો,તે સમયમાં રાત્રે આકાશનું નિરીક્ષણ કરવામાં ગાળતા.તેમણે ક્વોડ્રન્ટ નામનું સાધન બનાવેલું.જેના દ્વારા તારાની ઊંચાઇ માપી લેતા અને તેના પરથી ગ્રહોની કોષ્ટકોની મદદથી તેમણે સૂર્યમંડળનો સિદ્ધાંત સ્થાપ્યો.તેમણે જાહેર કર્યું કે પૃથ્વી  સૂર્યની આસપાસ ફરે છે અને સૂર્ય બધા ગ્રહોનું મધ્યબિંદુ છે તેમજ પૃથ્વી પોતાની ધરી પર ફરે છે.  કોપરનિક્સે સમગ્ર વિશ્વને  અંતરિક્ષના અજ્ઞાત રહસ્યોનો પરિચય કરાવ્યો.તેમણે સ્થાપેલા સિદ્ધાંતો અને પ્રયોગોને આધારે તારવેલા સત્યોને છપાવીને નુરનબર્ગથી એક માણસ આકાશી પદાર્થોના પરિભ્રમણ એ પુસ્તકની એક નકલ લઇને મારતે ઘોડે માંદગીને બિછાને અર્ધ બેભાનાવસ્થામાં પડેલા કોપરનિક્સ પાસે પહોંચ્યો. ત્યારપછી પાંચ છ કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા.તેમની શોધો અને તે માટેની જીવનભર આદરેલી મથામણને સમજવા  આપણે પ્રયાસ કરીએ.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ