Follow US

Responsive Ad

લીલાબહેન પટેલ 3 ફેબ્રુઆરી

શ્રી એલ.વી.જોષી   
મહિલાઓના રાહબર લીલાબહેન પટેલનો જન્મ 3/2/1914 ના રોજ વડોદરામાં થયો હતો.વિદ્યાર્થીકાળથી જ તેજસ્વી કારકિર્દી ધરાવતા તેમણે ડીપ્લોમાં ઇન બેઝિક એજ્યુકેશન અને મોન્ટેસરી જેવી શિક્ષણોપયોગી પદવીઓ પ્રાપ્ત કરી.સ્ત્રીસામયિકમાં તેમજ  સામાજિક સંસ્થા સ્ત્રી નિકેતનમાંદીર્ધકાલીન  સેવાઓ આપી હતી.તેમની સ્ત્રી જાગૃતિ અને સામાજિક સેવાઓને ધ્યાનમાં લઇને સરકારે તેઓને મહત્વની સમિતિઓમાં સ્થાન આપ્યું હતું.ઉપરાંત ગુજરાત રાજય નશાબંધી સમિતિ,જેલ સુધારણા સમિતિ,બાલ ઉત્કર્ષ સમિતિ,રેડક્રોસ સોસા- યટી જેવી રાજયની અનેકવિધ સંસ્થાઓમાં મહત્વના હોદ્દા પર રહી પોતાની સેવાઓનો લાભ આપ્યો છે.'સંદેશ' માં જીવનના અંતરંગ કોલમ દ્વારા સ્ત્રીઓના શોષણ અને કુરિવાજો સામે સમાજમાં જાગૃતિ ફેલાવવામાં મહત્વ- નો ફાળો આપ્યો છે.એટલું નહીં,કાનૂની સલાહ માટે ખાસ તંત્ર પણ ઊભું કર્યું હતું. કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે એ માટે બોર્ડની પરીક્ષામાં પ્રથમ આવનાર  વિદ્યાર્થીનીને  સ્ત્રી નિકેતન દ્વારા સુવર્ણચંદ્રક  એનાયત કરતાંહતાં. કુદરતી  આપતિ કે માનવસર્જિત  આપતિના પ્રસંગે લીલાબહેનનું હ્રદય દ્રવી ઊઠતું.સંદેશના મોભી સ્વ.ચીમનભાઇ પટેલને એક આદર્શ  ધર્મપત્ની તરીકે સંઘર્ષના સાથી’  તરીકેની  જે ભૂમિકા લીલાબહેને બજાવી, તેમના આદર્શ દંપતીના પ્રેમભર્યા સહકારની સાક્ષી પૂરી પાડે છે.સામાજિક મહિલા કાર્યકરોની એક આખી પેઢી તૈયાર કરનાર લીલાબહેન ઇ.સ.2004 માં સંદેશપરિવારને અલવિદા કહી ચિરનિંદ્રામાં પોઢી ગયા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ