દિન વિશેષ
બેર્ટોલ્ત બ્રેખ્ત 10 ફેબ્રુઆરી
શ્રી એલ.વી.જોષી
જર્મન નાટ્યકાર અને રંગભૂમિ વિષયક સ્વતંત્ર વિચાર રજૂ કરનાર બેર્ટોલ્ત બ્રેખ્તનો જન્મ 10/2/1898 ના રોજ થયો હતો.માત્ર 20 વર્ષની ઉંમરે તેને પોતાનું પ્રથમ નાટક ‘બાલ’ લખ્યું.માત્ર 22 દ્દશ્યોના આ નાટકે સહુને આંજી દીધા.તબીબી અને તત્વજ્ઞાન વિશેનો અભ્યાસ કરી તેઓ પ્રથમ વિશ્વયુદ્ધમાં તબીબી વિભાગના સૈનિક તરીકે સેવા આપવા જોડાયા.હિટલરના શાસન સાથે જ તેમણે જર્મનીથી વિદાય લઇ ડેન્માર્ક,ફિનલેન્ડમાં આશ્રય લીધો.. તેમને ‘સ્ટાલિન શાંતિ પારિતોષિક’ મળ્યું હોવા છતાં એક વિચારક તરીકે બ્રેખ્ત પૂર્વ જર્મનીમાં અડચણરૂપ લાગતા હતા.અંતે અમેરિકામાં હોલીવૂડમાં સ્થાયી થયા.બર્લિનની રંગભૂમિના વડા તરીકે પણ તેમણે જવાબદારી સ્વીકારી.ભોગવાદી મધ્યમવર્ગને તેમણે લક્ષ્ય બનાવી,તેમનો ઉપહાસ કર્યો.માનવ અસ્તિત્વ અંગે- ના મૂળભૂત પ્રશ્નો તેમણે તેમના ‘ગુડ વુમન ઓફ સેત્જુજા’ માં રજૂ કર્યા. ‘ધ મેઝર’ તેમનું સૌથી સબળ નાટક હતું.જયારે ‘મધર’ એ મેકિસમ ગોર્કીની નવલકથાના આધારે સર્જાયેલું નાટક છે.એ નાટકે સ્ત્રી મજૂરોમાં જાગૃતિ લાવી હતી.નાટક દરમિયાન પ્રેક્ષક સજાગ રહેવાથી જ અપેક્ષિત રાજકીય,સામાજિક ફેરફાર લાવવાની દિશામાં જઇ શકાય એવો તેને વિશ્વાસ હતો.તેમણે ‘એપિક થિયેટર’ નું નિર્માણ કર્યું. શરૂઆતમાંજાગૃતિ માટે નાટકો લખનારા તેઓ તેમના જીવનમા ઉત્તરાર્ધમાં માનવતાવાદી થયેલા દેખાય છે. ઇ.સ.1956 માં તેમના જીવનનો અંત આવ્યો.

ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ