દિન વિશેષ
શ્રીધર વ્યંકટેશ કેતકર 2 ફેબ્રુઆરી
શ્રી એલ.વી.જોષી
મહારાષ્ટ્રના એક વિરલ સાહિત્યકાર ડૉ.શ્રીધર વ્યંકટેશ કેતકરનો જન્મ 2/2/1884 ના રોજ થયો હતો.બાળપણથી તે નિરાધાર બની ગયા હતા.કાકાને ઘેર રહી અભ્યાસ કરવા લાગ્યા.એમની સ્મરણશક્તિ અદભુત હતી.શાળાના શિક્ષકે તો કેતકરને ‘એન્સાઇક્લોપીડિયા’ એવું નામ આપેલું.શ્રી કેતકરે સ્વાનુભવે જાણ્યું કે રાષ્ટ્રનો ઉદ્ધાર કરવો હોય તો અંગ્રેજોને આ દેશમાંથી કાઢી મૂકવા જોઇએ, પણ હિંસાનો આશ્રય ન લેતા અભ્યાસ આગળ વધારી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી કલકતા વિદ્યાપીઠમાં વ્યાખ્યાતાતરીકે નિમાયા. દરમિયાન જ્ઞાનકોશની યોજના ઘડી કાઢી ઇ.સ.1930 માં ગ્રંથનો છેલ્લો ભાગ બહાર પાડ્યો.જ્ઞાનકોશના ત્રેવીસ ખંડ ઉપ- રાંત બીજા વીસ પુસ્તકો પ્રકાશિત થયા છે.તેમણે ‘વિદ્યાસેવિકા’ નામનું સામયિક પણ શરૂ કરેલું અને સાતેક નવલકથાઓ પણ લખેલી. આજના ભારતીયોની કેટલીક મુખ્ય સમસ્યાઓનું એમણે કરેલું વિશ્ર્લેષણ મરાઠી સાહિત્યમાં અનન્ય છે.સાહિત્ય,ઇતિહાસ,ભુસ્તરશાસ્ત્ ર,ગ્રંથપાલશાસ્ત્ર વગેરેતમામ શાસ્ત્રોનો તેમણે ઊંડો અભ્યાસ કર્યો હતો. શ્રી કેતકરને મધુપ્રમેહ થયો હતો અને પગમાં વાગતા ઘાવ રુઝાયો નહીં. ઇ.સ.1937 ના એપ્રિલ માસમાં તેમનું દેહાવસાન થયું.મૃત્યુ બાદ ડૉ.કેતકરને ‘મહારાષ્ટ્ર સારસ્વતના આધુનિક વ્યાસ’ તરીકે ઓળખવામાં આવ્યા.
મહારાષ્ટ્રના એક વિરલ સાહિત્યકાર ડૉ.શ્રીધર વ્યંકટેશ કેતકરનો જન્મ 2/2/1884 ના રોજ થયો હતો.બાળપણથી તે નિરાધાર બની ગયા હતા.કાકાને ઘેર રહી અભ્યાસ કરવા લાગ્યા.એમની સ્મરણશક્તિ અદભુત હતી.શાળાના શિક્ષકે તો કેતકરને ‘એન્સાઇક્લોપીડિયા’ એવું નામ આપેલું.શ્રી કેતકરે સ્વાનુભવે જાણ્યું કે રાષ્ટ્રનો ઉદ્ધાર કરવો હોય તો અંગ્રેજોને આ દેશમાંથી કાઢી મૂકવા જોઇએ, પણ હિંસાનો આશ્રય ન લેતા અભ્યાસ આગળ વધારી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી કલકતા વિદ્યાપીઠમાં વ્યાખ્યાતાતરીકે નિમાયા. દરમિયાન જ્ઞાનકોશની યોજના ઘડી કાઢી ઇ.સ.1930 માં ગ્રંથનો છેલ્લો ભાગ બહાર પાડ્યો.જ્ઞાનકોશના ત્રેવીસ ખંડ ઉપ- રાંત બીજા વીસ પુસ્તકો પ્રકાશિત થયા છે.તેમણે ‘વિદ્યાસેવિકા’ નામનું સામયિક પણ શરૂ કરેલું અને સાતેક નવલકથાઓ પણ લખેલી. આજના ભારતીયોની કેટલીક મુખ્ય સમસ્યાઓનું એમણે કરેલું વિશ્ર્લેષણ મરાઠી સાહિત્યમાં અનન્ય છે.સાહિત્ય,ઇતિહાસ,ભુસ્તરશાસ્ત્
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ