Follow US

Responsive Ad

સ્વામી ગંગેશ્વરાનંદજી 14 ફેબ્રુઆરી

શ્રી એલ.વી.જોષી  
પ્રકાંડ પંડિત પ્રજ્ઞાચક્ષુ સંન્યાસી ગંગેશ્વરાનંદજીનો જન્મ ઇ.સ.1881 માં થયો હતો.તેમનું મૂળ નામ ચંદ્રશેખર હતું. બાળપણમાં જ બંને આંખો ગુમાવી છતાં અભ્યાસમાં પ્રમાદ ન સેવ્યો.તેમણે ઘણી નાની ઉંમરમાં ષડ્દર્શનો વેદો અને વેદાંગોનું અધ્યયન પૂર્ણ કર્યુ.આથી તેમને વેદ દર્શનાચાર્યની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.ચાર વેદોનું ભાષ્ય તેમણે રચ્યું હોવાથી તેઓ ચતુર્વેદ ભાષ્યકાર તરીકે ઓળખાતા. વેદમંત્રોના શાશ્વત ભાષ્યમાં કૃષ્ણચરિત્રને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. 90  વર્ષની વયે ભગવાન વેદ  નામના અદભુત  ગ્રંથનું પ્રકાશન કર્યું.એ ગ્રંથનું વજન જ એકવીસ કિલોગ્રામ જેટલું થાય છે.જગતના જુદા જુદા 800 સ્થળોએ આ ગ્રંથરત્નની સ્થાપના કરવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર  માટે તેઓએ  વિશ્વના  અનેક રાષ્ટ્રોનો પ્રવાસ ખેડ્યો હતો.  કુન્તાપ સૂક્ત, શ્રોતમુનિચરિતામૃત, વેદોપદેશચંદ્રિકા, વામન સામવેદ વગેરે તેમના શ્રેષ્ઠ ગ્રંથો છે. પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં તેમણે સર્જેલું  સાહિત્ય મુદ્રિત સ્વરૂપે  દશ હજારથી વધુ પૃષ્ઠો  જેટલું થવા પામે છે. એમનું સર્જન એટલું તો પાંડિત્યપૂર્ણ છે કે વેદ પર અભ્યાસ કે  સંશોધન કરનારાઓ  ગંગેશ્વરાનંદજીનું  સાહિત્ય પ્રમાણભૂત માને છે. 14/2/1992 ના  રોજ મુંબઇ ખાતે વિદ્વાન ગંગેશ્વરાનંદજીએ સદાને માટે પોતાની આંખો મીંચી દીધી.

આ લેખ નિચેના બટ્ટન પર ક્લિક કરીને મિત્રો સાથે શેર કરો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ