દિન વિશેષ
સંતપ્રસાદ ભટ્ટ 24 ફેબ્રુઆરી
શ્રી એલ.વી.જોષી
ગુજરાતના પ્રતિભાસંપન્ન આચાર્ય એસ.આર.ભટ્ટનો જન્મ સુરત ખાતે 24/2/1916 ના રોજ થયો હતો.શાળા જીવન દરમિયાન જ તેમણે વિશાળ વાંચન કર્યું હતું.અભ્યાસ પૂર્ણ કરી અધ્યાપક તરીકે સેવા આપી.ત્યારબાદ તેઓ અમદાવાદની બી.ડી.આર્ટસ કૉલેજમાં આચાર્ય તરીકે જોડાયા. 27 વર્ષ સુધી આ સ્થાન પર અવિસ્મરણીય સેવા તેમણે બજાવી.તેઓ સાહિત્ય પર બોલાવે ત્યારે સોળે કળાએ ખીલી ઊઠતા.શ્રોતાઓ મુગ્ધ બની તેમની વાણીના ધોધ નીચે નહાતા.તેમણે ધાર્યું હોત તો એક સમર્થ લોકનેતા બની શકત.પણ શિક્ષક થવું એ એમને માટે જાણે કે વિધિ નિર્માણ હતું.દ્વિભાષી મુંબઇ રાજયની વિધાન સભાના સદસ્ય પદ પર રહીને એમણે ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે અમૂલ્ય કામગીરી બજાવી હતી.એમણે શેક્સપિયર સોસાયટીની સ્થાપના કરી.60000 રૂપિયા જેવી માતબર રકમ ઇંગ્લીશ ઇ ન્સ્ટિટયુટની સ્થાપના માટે અર્પણ કરી હતી.શેક્સપિયરની જ્ન્મભૂમિ અને કર્મભૂમિ જોવા જાણવાનો કાર્યક્રમ તેમના ચાહકો ઘડી રહ્યા હતા તેવામાં આ લોક સાથેનો નાતો સદાને માટે તોડી ભટ્ટસાહેબ પરલોક સિધાવી ગયા.નિરંજન ભગતના શબ્દોમાં કહીએ તો ‘ભટ્ટ સાહેબનું સમગ્ર વ્યક્તિત્વ એમના અવાજમાં વ્યકત થતું હતું.ભટ્ટ સાહેબ એટલે અસ્ખલિત અને અવિરત અવાજ,અરધી સદીનો જીવતો-જાગતો અવાજ,અમદાવાદના અંતરાત્માનો અવાજ.’
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ