દિન વિશેષ
રામકૃષ્ણ પરમહંસ 18 ફેબ્રુઆરી
શ્રી એલ.વી.જોષી
gujratisms.wordpres.com |
જગતને નૂતન આધ્યાત્મિક સંદેશ અર્પનાર રામકૃષ્ણ પરમહંસનો જન્મ 18/2/1836 ના રોજ બંગાળના કામારપુકુર ગામમાં થયો હતો.વારસામાં ઊતરેલી ભગવદભક્તિને લીધે સાધુ સમાગમ,ભજનકીર્તન તથા ભગવાનની લીલા ખેલોના ખેલોમાં જ તે મસ્ત રહેતા. એટલી નાની વયે પણ એ સમાધિસ્થ થઇ જતા.મા કાલિકાની અવિરત ઉપાસનાએ તેમને બબ્બે વાર ગંભીર માંદગીમાં સપડાવું પડ્યું હતું. તોતાપુરી નામના સંન્યાસી પાસેથી વેદાંત તથા સાધનાનું જ્ઞાન મેળવી સમાધિ-સાધના આદરી.જે સાધના કરતાં તોતાપુરીને ખુદને ચાલીસ વરસ લાગેલા તે સાધના રામકૃષ્ણે કેવળ ત્રણ જ દિવસમાં સિદ્ધ કરી.આમ પરમ જ્ઞાન પ્રાપ્ત કરી તે પરમહંસ કહેવાયા. તેમની વિશુદ્ધ ભક્તિથી પ્રભાવિત થઇ બધા જ સંપ્રદાયના લોકો એમના સત્સંગનો લાભ લેતા.વિદ્વાન ભક્તોનું મંડળ વધવા લાગ્યું. સ્વામી વિવેકાનંદ તેમના અધિક પ્રિય શિષ્ય બન્યા અને તેમણે શ્રી રામકૃષ્ણ મઠની સ્થાપના કરી.દક્ષિણેશ્વર યાત્રિકો અને દર્શનાર્થીઓથી ઉભરાવા લાગ્યું.રામકૃષ્ણની શારીરિક સ્થિતી અસ્વસ્થ રહેતી હતી.સ્વામી વિવેકાનંદને ભાવિ કર્તવ્યનો ઉપદેશ આપ્યા પછી ત્રણવાર કાલી ! કાલી ! કાલી ! એવો ઉચ્ચાર કરી મહાસમાધિમાં લીન થઇ ગયા. ઇ.સ.1886 માં રામકૃષ્ણની ઇહલોકની લીલા સંકેલી લીધી.રામકૃષ્ણ શું ખરેખર મૃત્યુ પામ્યા હતા? એમના શબ્દોમાં તો તેઓ ‘એક ઓરડામાંથી બીજા ઓરડામાં ચાલ્યા ગયા હતા.’
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ