દિન વિશેષ
ઇન્દીવર ‘ગીતકાર’ 28 ફેબ્રુઆરી
શ્રી એલ.વી.જોષી
ફિલ્મ જગતના ગીતકાર ઇન્દીવરનો જન્મ મધ્યપ્રદેશના બરવાસાગર ગામમાં થયો હતો.તેમનામાં જન્મજાત કાવ્ય સંસ્કારના બીજ હતા જે સમય જતાં અંકુરિત થઇ પાંગર્યાં હતા.એ વખતે તેઓ રાષ્ટ્રપ્રેમની કવિતા રચતા.સંગીતકાર રોશને ‘મલ્હાર’ ફિલ્મમાં ઇન્દીવરને ગીત લખવાનો અવસર આપ્યો અને આ ફિલ્મના બધા ગીતો સફળ થયા.ત્યારપછી બીજી કેટલીક ફિલ્મો માટે ગીતો લખ્યા.પરંતુ ઇન્દીવરની પ્રતિભા બહુ ઝળકી નહીં.દરમિયાન તેમનો કાવ્ય સંગ્રહ ‘પ્યાર બાટતે ચલો’ પ્રગટ થયો.સાહિત્યમા ક્ષેત્રે બહુશ્રુત બની કવિ ઇન્દીવરે પુન:સિનેસૃષ્ટિમાં પદાર્પણ કર્યું.સંગીતકાર કલ્યાણજી અને ઇન્દીવર વચ્ચે અતૂટ સેતુ રચાયો અને સુંદર ગીતોની હારમાળા સર્જાણી.એ પછી ‘પૂરબ ઔર પશ્વિમ’, ‘જોની મેરા નામ’, ‘સરસ્વતીચંદ્ર’, ના તમામ ગીતો સુપરહીટ થયા છે. ‘ચંદન સા બદન’ ગીતને તો શ્રેષ્ઠ ગીતનો ફિલ્મફેર એવોર્ડ પ્રાપ્ત થયેલ.ફિલ્મ ઉપકાર અને પ્રેમગીતના ગીતો પણ અત્યંત લોકપ્રિય છે. ‘હોંઠો સે છૂ લો તૂમ,મેરા ગીત અમર કર દો’ નું કાવ્યતત્વ કેવું અપૂર્વ છે.તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન તેમણે 400 થી વધારે ફિલ્મોમાં 2500 ઉપરાંત ગીતો લખ્યા છે.પોતાના ગીતોની ફોરમથી સુવાસિત કરી કવિ ઇન્દીવર 28/2/1997 ના રોજ મહાકાળના તાપમાં કરમાઇને ખરી પડયા.

ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ