દિન વિશેષ
દયારામ 9 ફેબ્રુઆરી
sureshbjani.wordpress.com |
ગુજરાના પ્રાચીન ભકત કવિ દયારામનો જન્મ ઇ.સ.1777 માં નર્મદા તટે ચાંદોદ ગામે થયો હતો.દયારામને કેશવદાસનો અને પછી ઇચ્છારામ ભટ્ટજીનો મેળાપ થાય છે ને જુવાનીના તોફાનોમાં ફંગોળાતી તેમની જીવનનૌકા નર્મદાના વહેણમાં ભક્તિભરી વહેવા માંડે છે.એ અપરિણીત રહ્યા ને પછી રતનબાઇ નામની વિધવા સ્ત્રીનો પરિચય થતાં જીવનપર્યંત તેની ભક્તિભરી સેવા છોછ વિના લીધી.દરમિયાન તેમની કાવ્યસરિતા સતત વહેતી જ રહી.ડાકોરથી દ્વારિકા સુધીના મંદિરોમાં પોતાના સુરીલા કંઠે ગાઇને કંઇ કેટલા ભક્તહ્રદયોને ભીંજવ્યા હશે.તે રામસાગર સાથે ગાતા.તેના કૃષ્ણલીલાના પદો અતિ લોકપ્રિય છે,જેમાં ગોપી હ્રદયના સુંદરભાવો તેમણે અભિવ્યકત કર્યા છે. જીવનનો અખૂટ આનંદરસ યુગે યુગે તેમાંથી ગુજરાતી પ્રજાને મળી રહે છે. દયારામની શૃંગારની ભાવના વિશેષ પ્રબળ છે.તેમણે 135 જેટલા ગ્રંથો લખ્યા છે.મીરા અને નરસિંહની અધૂરી રહેલી કૃષ્ણ ભક્તિ એમની ગરબીઓથી વધુ ખીલી નીકળી. પોણી સદીનું આયખું ભોગવીને દયારામે 9/2/1852 ના રોજ પોતાનો નશ્વર દેહ છોડ્યો.ગોર્વધનરામે તેને અંજલિ આપતા લખ્યું : “આપણા આદિ કવિ(નરસિંહ)અને અંતિમ કવિ (દયારામ) એ પોતાના યુગોમાં ભક્તિમાર્ગના જે શિખરો રચી તેમની ઉપર પોતાના સ્થાનકો રચ્યાં છે તેનાથી અડધી ઊંચાઇનું શિખર વચ્ચે કોઇ કવિએ દેખાડયું નથી.”
વધું
ગુજરાતી પ્રતિભા પરિચય પર
અક્ષર નાદ પર
http://www.mavjibhai.com/
શ્યામ રંગ સમીપે ન જાવું MP3 ડાઉનલોડ કરો.
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ