દિન વિશેષ
વિકટર હ્યુગો 26 ફેબ્રુઆરી
શ્રી એલ.વી.જોષી
all-art.org |
ફ્રાન્સના સાહિત્ય ક્ષેત્રે અનન્ય સર્જન પ્રતિભા દાખવી જનાર વિકટર હ્યુગોનો જન્મ 26/2/1802ના રોજ થયો હતો.પિતાની સાથે વિવિધ દેશોની સફરને કારણે અનુભવનું ભાથું સંચય કરવાનું સદભાગ્ય એને મળ્યું હતું. ‘ઓડ્ઝ એન્ડ બેલેડ્ઝ’ નામના એના પ્રથમ કાવ્યસંગ્રહે એની વિશિષ્ટ કાવ્યપ્રતિભાનું દર્શન કરાવ્યું.રાજભકત વિચારસરણીના હ્યુગો ધીમે ધીમે માનવતાવાદી અને પછી તો સંપુર્ણ લોકશાહીવાદી બની ગયા.આ કારણે તેને દેશનિકાલની સજા થઇ હતી.વિશ્વસાહિત્યની અમર શ્રેષ્ઠ કૃતિ ‘લા મિઝરાબેલ’ નું સર્જન આ સજા દરમિયાન જ હ્યુગોએ કર્યું હતું.અઢાર વર્ષ બાદ તે પેરિસ પાછા ફર્યા.પોતાની પત્ની અને પુત્રના વર્તનથી ભાંગી પડેલ હ્યુગોનું તેની 80 મી જન્મજયંતીએ છ લાખથી વધુ નાગરિકોએ અદકેરું સન્માન કર્યું હતું.તેણે લખેલી બાળકો માટેની વાર્તાઓ વ્યાપક લોકાદર પામી છે.એમના દ્વારા ઊર્મિકાવો,નવલકથાઓ,નાટકોએ અને રાજદ્વારી લખાણો એમ વિપુલ સાહિત્યસર્જનનો પ્રવાહ અવિરત વહ્યા કર્યો.એની રંગદર્શિતા અને માનવપ્રત્યેનો એનો ઊંડો સમભાવ એની કૃતિઓમાં સભર રીતે વિસ્તરેલો છે.ઇ.સ.1885માં વિકટર હ્યુગોનું પેરિસ ખાતે દેહાવસાન થયું.એક મહાન સર્જક તરીકે નહીં,પરંતુ માનવ સ્વાતંત્ર્યના એક પ્રખર હિમાયતી તરીકે વિકટર હ્યુગો વિશ્વવિખ્યાત છે.
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ