દિન વિશેષ
દીનદયાળ ઉપાધ્યાય 11 ફેબ્રુઆરી
શ્રી એલ.વી.જોષી
ભારતીય જનસંધની બૌદ્ધિક મૂડી સમાન,અજાતશત્રુ નેતા પંડિત દીનદયાળનો જન્મ ઇ.સ.1961 માં ઉત્તરપ્રદેશના ફરહ નામના ગામમાં થયો હતો. મા લક્ષ્મીને આદરપૂર્વક નમન કરીને મા સરસ્વતીઓ ખોળો પસંદ કર્યો એવું એમનું જીવન જોતાં કહી શકાય.કૉલેજકાળમાં સાવ સ્વાભાવિકતાથી પરીક્ષા આપી આવે અને પહેલો નંબર આવે.દરમિયાન તેમનો સંપર્ક રાષ્ટ્રીય સેવક સંઘ સાથે થયો.તેઓ સંઘના મંત્રી બન્યા.અન્ય સહયોગીના સહયોગથી ભારતીય જનસંઘને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા અપાવી.તેમણે વિજ્ઞાનની નવી નવી શોધો,યંત્રો વગેરેને કયારેય નકાર્યા નથી.તેમણે‘સમ્રાટ ચંદ્રગુપ્ત’ અને ‘જગદગુરૂ શંકરાચાર્ય’ વિશે બે પુસ્તકો પણ લખ્યા હતા. લખનૌમાં ‘રાષ્ટ્રધર્મ’ સામયિક અને ‘પંચજન્ય’ સાપ્તાહિક સાથે તે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા હતા.રાજકારણમાંહોવા છતાં પ્રજાની લાગણીઓ પર સવાર થઇ લાભ ખાટી જવાની વૃતિ કયારેય રાખી ન હતી.ભારતીય જનસંઘના વાર્ષિક અધિવેશનમાં એમણે આપેલું અધ્યક્ષીય પ્રવચન કલ્પનોત્તેજક દસ્તાવેજ સમુ હતું 11/2/1968ના રોજ દીનદયાળજીના એક રેલવે પ્રવાસ દરમિયાન કરૂણાંતિકકા સર્જાઇ. એ ટ્રેનમાં અંધારી રાતે શું થયું તે રહસ્ય આજ સુધી ઉકેલાયું નથી. સમાજ માટે જીવતા એક જીવનનો અચાનક જ કરુણ અંત આવ્યો.એમણે એક સૂત્ર આપેલું ‘દેશ બાહ્ય એટલે વિદેશથી લાવેલું હોય તેને દેશાનુકૂળ બનાવીએ અને પછી વાપરીએ.’
ટિપ્પણી પોસ્ટ કરો
1 ટિપ્પણીઓ
http://www.ezwpthemes.com/ બ્લોગ
જવાબ આપોકાઢી નાખોડિઝાઇન માટે.