દિન વિશેષ
ગોપાલકૃષ્ણ ગોખલે 19 ફેબ્રુઆરી
શ્રી એલ.વી.જોષી
hssthistory.blogspot.com |
‘મહારાષ્ટ્રનું રત્ન’ ગોપાલકૃષ્ણનો જન્મ ઇ.સ.1866 માં મહારાષ્ટ્રના ચીખલી ગામમાં થયો હતો.કંઠસ્થ કરવાનો તેમને શોખ હતો. તેમની મહેચ્છા તો આઇ.સી.એસ. થવાની હતી, પરંતુ સંજોગોવશાત પ્રથમ શિક્ષક તરીકે અને પછી દેશભકત તરીકે તેઓ પ્રસિદ્ધ થયા.ગોખલે હંમેશા અંગ્રેજીમાં જ ભાષણ કરતા.મહાત્મા ગાંધીના રાજકીય ગુરૂની ઓળખ ધરાવતા શ્રી ગોખલેએ તત્કાલીન ભારતના રાજકીય,આર્થિક,શૈક્ષણિક જેવા વિવિધ પ્રશ્નોની છણાવટ ભાષણો દ્વારા કરી. તત્કાલીન વાઇસરોય લોર્ડ મિન્ટોએ પણ આવા અભ્યાસપૂર્ણ ભાષણોની સંસદમાં પ્રશંસા કરી હતી.રાનડેએ સ્થાપેલી ‘સાર્વજનિક સભા’ ના મુખપત્રના ગોખલે મંત્રી હતા. દરમિયાન ગોખલેનું અંકગણિત પ્રસિદ્ધ થયું ને ખૂબ વખાણાયું. બ્રિટિશ સરકારે નીમેલા વેસ્લી કમીશન આગળ જુબાની આપવા કેટલાક નેતાઓ સાથે ગોખલે ઇંગ્લેન્ડ ગયા હતા. કમીશન સમક્ષ કોઇપણ જાતના ક્ષોભ વગર બધા પ્રશ્નોના જવાબ ગોખલેએ નિર્ભયતાથી આપ્યા હતા.તેમણે બ્રિટિશો વિરુદ્ધ લડત આપવા માટે હિન્દુ-મુસ્લિમોને એક થવા માટે ‘લખનૌ કરાર’ કર્યા.એમના જીવનનું શ્રેષ્ઠ પ્રદાન તો તેમણે સ્થાપેલી ‘ભારત સેવક સમાજ’ નામની સંસ્થા છે કે જેના નેજા હેઠળ તૈયાર થયેલ અનેક ઉત્સાહી યુવકોએ સ્વતંત્રતાની લડતમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. 19/2/1915ની રાત્રે તેમનો જીવનદીપ બુઝાઇ ગયો.પોતાના અનુયાયીઓને કહી દીધું હતું. ‘મારું જીવનચરિત્ર લખવામાં વખત ન ગુમાવશો.તમે જો સાચા ભારત સેવકો હો તો ભારતની સેવામાં તમારું જીવન રડજો.’
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ