Follow US

Responsive Ad

ચાર્લ્સ ડિકન્સ 7 ફેબ્રુઆરી

શ્રી એલ.વી.જોષી
સૌજનય-http://lifeondoverbeach.files.wordpress.com/

 
અવિસ્મણીય નવલકથાઓના બ્રિટિશ લેખક ચાર્લ્સ જોન હફેમ ડીકન્સનો જન્મ 7/2/1812 ના રોજ પોટર્સીમાં થયો હતો.તેમનું બાળપણ ભારે આર્થિક અસલામતીમાં વીત્યું હતું. એક મહીના કારખાનામાં એને શીશીઓ ધોવાનું કામ મળ્યું.સાથે સાથે વાર્તા લખવી શરૂ કરી.તેની કલ્પનાશક્તિ ગજબની હતી. તેનો ઉદય ચમત્કારિક અને નાટકીય હતો. નીચા,જાડા અને નિવૃત બિઝનેશમેન પીકવીકનું પાત્ર એટલું તો જામ્યું કે આખું ઇંગ્લેન્ડ તે પ્રવાહમાં તણાવાં માંડયું.દર અઠવાડિયે તેના પત્રની  ચાલીસ હજાર કોપીઓ વેચાવા માંડી. રાતોરાત ડીકન્સ સામાન્ય પત્રકારમાંથી ઇંગ્લેન્ડના સૌથી લોકપ્રિય લેખક બની ગયા. પીકવીક પેપર્સના નામથી પુસ્તક પ્રસિદ્ધ થયું.ત્યારબાદ એક પછી એક પુસ્તકો આવવા માંડયા.ત્રીસ વર્ષો સુધી તેની આ સાહિત્યયાત્રા ચાલુ રહી.ડીકન્સે ત્રણ હજાર પાત્રોનું સર્જન કર્યું હતું.તેની ઉત્તમ નવલકથાઓમાં ટેલ ઓફ ટુ સીરીઝ’, ‘હાર્ડ ટાઇમ્સ’,બ્લેકહાઉસ, ‘ ક્રિસમસ કેરોલવગેરે ગણાય છે.તેમણે બે વખત અમેરિકાની વાંચનયાત્રા કરી.વાંચનના તેમણે 471 પ્રયોગ કર્યા,આ પ્રયોગોને જબરદસ્ત પ્રતિભાવ મળ્યો.અતિ પરિશ્રમને કારણે તેની તબિયત લથડતી ગઇ.ઇ.સ.1870માં મગજ પરના હુમલાને કારણે તેમનું અકાળે અવસાન થયું.લંડન ટાઇમ્સે તેને અંજલિ આપતા લખ્યું: કમનસીબે માનવજાતની તમામ સિદ્ધિઓ નષ્ટ થઇ અને કોઇ ચમત્કારને કારણે ડીકન્સની નવલકથાઓ બચી જાય તો માનવજાતની ભાવિ પ્રગતિ માટે આશાનું કિરણ બનશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ