Follow US

Responsive Ad

સર પ્રભાશંકર પટ્ટણી 16 ફેબ્રુઆરી

શ્રી એલ.વી.જોષી
 વિચક્ષણ રાજ અમલદાર,સાધુપુરુષ પ્રભાશંકર પટ્ટણીનો જન્મ ઇ.સ.1862માં મોરબી મુકામે તેઓ વિદ્યાર્થીકાળથી જ તેજસ્વી હતા. તેમનો અભ્યાસ મેટ્રિક  સુધીનો હતો. એક સામાન્ય શિક્ષક તરીકેની નોકરીથી કારકિર્દીનો પ્રારંભ કરીને તેઓએ ભાવનગર  રાજયના  દીવાનપદ તથા એડમિનિસ્ટ્રેટરના પદને શોભાવ્યું હતું. ખેડૂતોની સ્થિતી સુધારવા તેઓ પોતાથી બનતું બધું જ કરી છૂટતા.જૂનાગઢ વગેરે દેશી રાજયો ઉપરાંત સરકારી ઇલાકાઓએ પણ ભાવનગરનો દાખલો લઇ તે દિશામાં પ્રયત્ન કરેલા.
હિન્દુસ્તાનના દેશી રાજાઓના માનવંતા સલાહકાર ઉપરાંત બ્રિટિશ સલ્તનતનો વિશ્વાસ મેળવી ઇન્ડિયા કાઉન્સિલમાં તેમણે સ્થાન ભોગવ્યું હતું.તેમનો ભાવનગર પ્રત્યેનો પ્રેમ અને મહારાજા ભાવસિંહજી પ્રત્યેની ભક્તિ અનન્ય હતી.ઉચ્ચ અમલદાર હોવા છતાં તેમનું જીવન ખૂબ જ  સાદગીભર્યું હતું. તેણે આકર્ષક  બુદ્ધિપ્રતિભા તથા  કાર્યશક્તિ  ધરાવનાર  પ્રભાશંકર પટ્ટણીએ આઝાદીની લડત વખતે  મહાત્મા ગાંધીજીના અંગત  મિત્ર બની રહી કાર્ય કર્યું હતું. નિ:સ્પૃહી પ્રભાશંકર પટ્ટણી જરૂરિયાતમંદ લોકોને છૂટે હાથે સહાય કરતા એ કોઇથી અજાણ્યું ન હતું.ગાંધીજીના તેઓ અંગર મિત્ર રહ્યા હતા સૌરાષ્ટ્રના જે જે સારા દીવાનો થયા તેમાં શ્રી પટ્ટણીનું નામ શિરમોર છે.76 વર્ષની ઉંમરે 16/2/1938ના રોજ તેમનું અવસાન થયું,ત્યાં સુધી તેઓ ભાવનગર રાજયને અને રાજવીને સમર્પિત રહ્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ