Follow US

Responsive Ad

કસ્તુરબા ગાંધી 22 ફેબ્રુઆરી


શ્રી એલ.વી.જોષી
ruraluniv.ac.in
મહાત્મા ગાંધીના જીવનસંગિની,ભારત રાષ્ટ્રનું પ્રેમાળપાત્ર,પૂજ્ય બા કસ્તુરબાનો જન્મ ઇ.સ.1869 માં પોરબંદર મુકામે થયેલો. 7 વર્ષની વયે મોહનદાસ સાથે સગાઇ થઇ અને 13 વર્ષની વયે તેમના લગ્ન થયા.ગાંધીજીની અંગત દેખભાળની સાથે તેમણે ઉપાડેલી પ્રત્યેક પ્રવૃતિમાં સક્રીય ફાળો આપી એમણે જાત ઘસી નાંખેલી.જેલવાસ દરમિયાન પણ એટલાં જ પ્રસન્ન અને કાર્યરત રહેતા. ગાંધીજી સાથે રહેવું કેવું કપરું હતું તે કસ્તુરબા સિવાય બીજું કોણ જાણી શકે? સાવ નિરક્ષરાતામાંથી સાક્ષર બનવા માટે 60 વર્ષે પણ અંગ્રેજી વાંચતા-લખતા શીખવાનો આરંભ કરતાં તેને નાનપ કે શરમ ન લાગતી.દરરોજ 400 થી 500 તાર સૂતર કાંતવું,બાપુના પગના તળિયે માલિશ કરવી, પ્રાર્થનાસભામાં હાજરી આપવી,ઇત્યાદિ ક્રિયાઓ તેમના જીવનનો એક ભાગ જ બની ગયેલ.રાષ્ટ્રપિતા ગાંધીજીના આ ધર્મપત્ની સાચે જ હિંદના મહારાણી હતા.જો સમર્પણ,ત્યાગ,નિરાંડબર અને સહનશીલતા એ સંતોનું દેવદ્વાર હો તો તેઓ પતિ ગાંધીજીની જેમ વંદનીય વિભૂતિ હતા. 22/2/1944 ના રોજ કસ્તુરબાએ ગાંધીજીના ખોળામાં દેહત્યાગ કર્યો.બાપુએ કહેલું : મારે જન્મોજન્મ સાથીની પસંદગી કરવાની હોય તો હું બાને જ પસંદ કરું. બાપુના પરમ મિત્ર દિનબંધુ એન્ડ્રુઝે બાની મહતા દર્શાવતા કહ્યું હતું : “Bapu is no doubt great but is greater still.”

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ