Follow US

Responsive Ad

જયોર્જ ગૈમોવ 4 માર્ચ

શ્રી એલ.વી.જોષી
વિજ્ઞાનને લેખન દ્વ્રારા પ્રસ્તુત કરનાર વૈજ્ઞાનિક જયોર્જ એટોનોવિચ ગૈમોવનો જન્મ 4/3/1904 ના રોજ રશિયામાં થયો હતો. શાળાકીય અભ્યાસ દરમિયાન તેમનો ખગોળશાસ્ત્ર પર ભારે પ્રભાવ હતો. એટલું જ નહીં, તેમના પિતા દ્વ્રારા દૂરબીન ભેટ આપવામાં આવેલ ત્યારે તેના દ્વ્રારા આકાશનું નિરીક્ષણ કરીને પોતાની જિજ્ઞાસા પૂરી કરતા. પીએચ.ડી. ની ડિગ્રી પ્રાપ્ત કરી સૈદ્ધાંતિક ભૌતિક વિજ્ઞાનનો અભ્યાસ કર્યો. તેમણે બિટાકણના વિકિરણ દ્વારા ક્ષય થાય છે તેમ કહી તેને લગતા ખાસ નિયમો શોધ્યા, જે ગૈમોવ ટેલરના નિયમો તરીકે ઓળખાય છે. તેમણે હાઇડ્રોજન બોમ્બની બનાવટમાં મુખ્ય ભૂમિકા ભજવેલી તેમણે ‘અંતરીક્ષ અને માનવ જીવનમાં પરમાણું શક્તિ’ , ‘ન્યુક્લિઅર ઉર્જાનો સ્ત્રોતો’ , ‘બ્રહ્માંડની રચના’ , ‘પૃથ્વી અને આકાશ’ વગેરે જેવા લોકોપયોગી પુસ્તકો પણ ખૂબ લખ્યા છે જેના અનુવાદો પણ વિશ્વની અનેક ભાષામાં થાય છે. તેના લેખોમાં રમૂજ પણ આવે. વિવિધ વિષયોમાં લોકોને સમજાય તેવા ઉદાહરણો મૂકીને લેખનક્ષેત્રે તેમણે  મોટું કાર્ય કર્યું છે. તેમને ‘કલિંગ’ પુરસ્કારથી સન્માનવામાં આવ્યા હતા. આવા મહાન વિજ્ઞાનવીર તેમજ વિજ્ઞાનવાહકનું મૃત્યું ઇ.સ.1968 માં થયું હતું. જયોર્જ ગૈમોવ વૈજ્ઞાનિક તો હતા જ પણ તે સારામાં સારા વિજ્ઞાન પ્રસારક પણ હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ