Follow US

Responsive Ad

ડૉ.મણિભાઇ દેસાઇ 27 એપ્રિલ

શ્રી એલ.વી.જોષી
ગાંધીયુગના મહામૂલા રત્ન ડૉ.મણિભાઇ દેસાઇનો જન્મ 27/4/1920 ના રોજ સુરત પાસેના કોસમાડ ગામે થયો હતો. કૉલેજનું છેલ્લું વર્ષ હોવા છતાં કૉલેજ છોડીને આઝાદીની લડતમાં જોડાઇ ગયા. માત્ર પચીસ વર્ષની વયે જ બાપુના રંગે રંગાઇ ગયા. બાપુએ તેમને સેવાગ્રામ આશ્રમમાં બોલાવ્યાં. એમણે સમાજસુધારાનું કામ પણ આદર્યું. ઉરુળી જેવા ગામમાં કામ માટે જીવન સમર્પિત કરવાનો મણિભાઇએ મનોમન નિર્ણય કર્યો અને ગાંધીજીના ખોળામાં માથુ મૂકીને એ બોલ્યા બાપુજી મારી રાખ ઉરુળી કાંચનમા પડશે, એ મારી પ્રતિજ્ઞા છે. પછી તો લોકોની વ્યસનમુક્તિ, કરજમુક્તિ, પડતર જમીનનો વિકાસ, શિક્ષણ  વગેરે કાર્યક્રમો હાથ ધર્યા. ગાંધીજીની સૂચનાથી ગૌશાળા વિકસાવવા એમણે ગાયના શરીરશાસ્ત્રનો અભ્યાસ કર્યો. ડેન્માર્કથી 200 જેટલી વાછરડીઓને લાવ્યા અને સંકર ગાયોનું સંવર્ધન કરી ખરા અર્થમાં ગાયોને કામધેનુ બનાવી. બાયફ સંસ્થા દ્વારા કૃષિવિદ્યા, ઘાસચારા ઉત્પાદન, રેશમકીડા સંવર્ધન, પશુ સંવર્ધન વગેરે અનેક પ્રકારના કાર્યક્રમો એમણે ચલાવ્યા. મણિભાઇ મેગ્સેસે એવોર્ડના નાણાંમાંથી બાયફ જેવું અખિલ વિશ્વ કક્ષાનું ફાઉન્ડેશન ઊભું કરવાની અને એવોર્ડના નાણા તેમાં ફંડ તરીકે આપવાની જાહેરાત પણ કરી હતી. મણિભાઇઅનું ઇ.સ.1993 માં 73 વર્ષની વયે ઉરુળીમાં અવસાન થયું. મણિભાઇ માત્ર મણિ જ નહોતા, એ ભારતરત્ન હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ