Follow US

Responsive Ad

રમત 1 to 5



કમલેશ ઝાપડિયા

રમત ૧, ટપાલ બોક્ષ

આ રમતમા 10 થી 30 બાળકો રમી શકે.વર્તુળ બનાવી વર્તુળ પર બાળકોને બેસાડવા.
બાળકો પોતાની આસપાસનાં ગામના નામ બોલશે. એ નામ યાદ રાખશે. એ રીતે બધા બાળકો બોલશે. બોલેલુ નામ ફરી વખત બીજાએ બોલવુ નહી. એક બાળક દુર જશે જે દાવ આપનાર બનશે. દાવ આપનારે રમનાર બાળકો ન દેખાય તે રીતે ઉભુ રહેવું. તથા અવાજ પણ ન સંભળાય તટલું દુર ઉભુ રહેવું.
રમતનો નયક અથવા શિક્ષક કોઈ પણ એક બાળક નું ગામ નક્કી કરશે . દા.ત. રાજપુરા તો બંધા બાળકો ખબર પડે તે રીતે જણાવશે. પણ દાવ આપનાર ને ખબર નહી પડે.
પછી તાળીઓ પાડી દાવ આપનાર ને બોલાવમાં આવશે. હવે તેને કહવામાં આવશે, કે રાજપુરા ટપાલ દઈ આવો.
દાવ આપનાર ને હવે જે બાળક રાજપુરા ગામ બોલ્યો હોય તે ની આગળ પીઠ રાખી બેસી રાજપુરા રાજપુરા એમ બે વખત બોલશે.
જો પાછળ બેઠેલા; બાળક નું ગામ રાજપુરા જ હશે તો દાવ આપનાર ની પીઠ પાછળ હળવી ટપલી મારી રાજપુરા રાજપુરા બોલી દાવ દેવા જશે.
પણ જો દાવ આપનાર તે ને બદલે ભૂલ થી અન્ય જગ્યાએ બેસશે (દા,ત,ગાંધિનગર) તો.. ગાંધિનગર વાળા બાળક દાવ આપનાર તેમના ગામનું નામ બોલશે. પછી આગળ કોઈ અન્ય બાળક પાસે જશે. આમ “રાજપુર” ગામ ને શોધી કાઢશે. આ માટે દાવ અકપનાર ને ત્રણ તક આપી શકાય. આ રમત માં રાજ્યો, જીલ્લા, દેશો કે ખંડો ના નામ રાખી શકાય છે.

રમત-૨, સફરજન ખાઉ ( ફળ ખાઉ)

આ રમત ટપાલ બોક્ષ ની જેમ જ રમાડવાની છે. ફેર એટલો કે ગામના નામની બદલે ફળોના ના રાખવાના છે.
આ વખતે દાવ આપનાર બાળક રમનારની સામે આવીને બેસશે. પોતાનો એક હાથ લાંબો કરી ને જે ફળ હોય તે ફળનુ ના બોલી દા.ત સફરજન તો સફરજન ખાઉ સફરજન ખાઉ એમ બે વખત બોલશે.
દાવ અપનાર મુઠીથી સીક્કો મારે તેમ દાવ આપનારની હથેલીમાં બે ટપલી આપશે અને પોતાના ફળનુ નામ બોલશે.
જો એજ ફળ હશેતો ફળ બોઅલનાર દાવ આપનાર બનશે. અને રમત આગળ વધેશે.
• આજ રમત પ્રાણીઓનાં નામની રાખી શકાય .


રમત 3. ટપલી દાવ.

આ રમતમા દસ, વીસ, ત્રીસ કે પચાસ સુધી બાળકો રમી શકે. બાળકોને વર્તુળમા બેસાડવા. એક બાળક દાવ આપનાર બનશે. દાવ આપનાર બાળક વર્તુળ ફરતો દોડશે, અને બેઠેલામાંથી કોઈપણ એક બાળક ની પીઠ પર હળવેથી ટપલી મારી અને ટપલી બોલી આગળ દોડવા માંડશે. હવે જેને ટપલી મળી છે તે દાવ આપનાની વિરૂધ્ધ દિશામાં દોડશે. આમ બે વ્યકિત દોડતા હશે. એક જ્ગ્યા ખાલી હશે. તેમાંથી જે પહેલા આવે તે બેસી જશે. અને બિજો દાવ આપનાર બનશે. આમ આ રમત આગલ ચાલું ચાલું રહેશે. આ રમત મેદાનમાં કે વર્ગખંડમા રમાડી શકાય છે

રમત 4. બંદુક પથ્થર

આ રમત માં બાળકોને વર્તુળમાં બેસાડવા. એક બાળક દાવ આપનાર બનશે. રમતનાં શરતો નક્કી કરવામા આવશે. જો બંદુક એમ બોલે તો તમારે તરત જ સામે બંદુકની એકશન કરવી. જો પથ્થર તો જીલવા(કેય)ની એકશન કરવી. હવે દાવ આપનાર વર્તુળની અંદર બેઠેલા કોઈ બાળક પાસે ખુબ જ ઝડપથી બંદુક અથવા પથ્થરની એકશન કરશે. અને તરતજ સામે બેઠેલ બાળક નિયમ મુજબ પ્રતિ કિયાકરશે. જો સામે એકશન કરવામાં ભૂલ થાય તો તે બાળક દાવ આપનાર બનશે. આમ આ રમત આગળ ચાલુ રહેશે.
આ રમતમાં બાળકને ત્વરિત નિર્ણય શક્તિ, ચપળતા, એકગ્રતા અને ઝડપ જેવા ગુણો વિકશે છે.

રમત 5. વાધ સસલુ

બંદુક પથ્થર ની જેમજ આ રમત રમાડવાની છે. પણ વાધ વખતે જોરથી વાધનો આવજ કરી વાધની એકશન કરવી. અને સસલા વખતે માથા પર બે હાથથી સસલાની ક્રિયા કરવી. હવે દાવ આપનાર વાધની એકશન કરે ત્યારે જતું રહે જતુ રહે એવી એકશન કરવી. નક્કી કરેલ ક્રિયામાં ભૂલ તાય તો બેઠેલ બાળકમાંથી દાવ આપનાર બનશે. આમ આ રમત આગળ ચાલુ રહેશે.

ટિપ્પણી પોસ્ટ કરો

3 ટિપ્પણીઓ