Follow US

Responsive Ad

બાળવાર્તા - સિટી બસનો પ્રવાસી


બાળલેખિકા- દિવ્યા હરણિયા 
ધોરણ -8

ચનિયાનું ઘર એક સોસાયટીમાં. ત્યાંથી થોડે દૂર સિટી બસનું સ્ટેન્ડ. સિટી બસનું હૉર્ન ચનિયાના ઘરમાં સંભળાય.પછી ચનિયો બહાર નિકળે. કામ તો કંઈ ના હોય છતા દરરો સિટી બસમાં બેસી શહેરમાં જવું એમાં ચનિયાની ચૂક ના થાય.
એક દિવસ બસ આવી. ઘરમાં હોર્ન સંભળાયું.ચનિયો દોડીને સિટી બસ પાસે પહોચ્યોં. ડ્રાઈવર-કંડક્ટર નીચે ઉભા હતા.ચનિયો બસમાં ચડવા ગયો ત્યાં બસ બોલી- તમારું નામ ચનિયાભાઈને ? ચનિયો કહે- હા, હું કાયમનો તારો પ્રવાસી. સિટી બસ કહે-તમે કાયમના પ્રવાસી છો છતાં પ્રવાસ કરવો એનું તમને ભાન નથી. ચનિયો તો લાંબુ નળિયા જેવું નાક ખંજવાળવા લાગ્યો પછી એના સ્વભાવ પ્રમાણે ગુસ્સે થઈને બોલ્યો- હું કઈં મફતનો પ્રવાસી નથી.એક રૂપિયાની ટિકીટ લઇને પ્રવાસ કરુ છું ને તું મને કહે છે કે પ્રવાસ કરતાં નથી આવડતું.સિટી બસ કહે - હા, નથી આવડતું.તમે બસમાં બેસો છો પછી જયાં-ત્યાં થૂંકો છો અને ગંદકી કરો છો. તમારી આંગળી વડે મારી સીટનું કવર તોડો છો. બારી પાસે બેસીને હાથ બહાર રાખો છો.બીજા પ્રવાસીઓને ન ગમે તો પણ તમે મોટે મોટેથી વાતો કરો છો.સામેની સીટ પર લાંબા પગ રાખીને બેસો છો. કંડક્ટર ત્રણ-ચાર વાર કહે ત્યારે માંડ માંડ ખિસ્સામાંથી રૂપિયો કાઢો છો ને બસ ઊભી રહે તે પહેલાં તમે ઉતરવા મથો છો.કંડક્ટર દરરો તમારા પર ખીજાય છે. ડ્રાઈવર પણ તમને ઠપકો આપે છે. પણ તમે સુધરતા નથી. સાચી વાત ?
ચનિયો બન્ને કાન પકડીને બોલ્યો- સાચી વાત. આ બધું હું કરું છું.પણ આજથી પ્રતિજ્ઞા લઉં છું કે આવા અટકચાળાં કોઈ દિવસ નહીં કરું. આ સાંભળી સિટી બસ પ્રસન્ન થઈ ગઈ.
ચનિયો સિટી બસના પ્રવાસી તરીકે કાયમ સુધરી ગયો. એક વર્ષ ગયું. એસ.ટી. વિભાગ દ્વારા સિટી બસના ઉત્તમ પ્રવાસી તરીકે ચનિયાની પસંદગી થઇ. એક મોટી સભા ભરાઈ અને તેમાં ચનિયાને એક વર્ષના શ્રેષ્ઠ પ્રવાસી તરીકેનું પ્રથમ ઇનામ અપાયું. ઇનામમાં એક વર્ષ સુધી સિટી બસનો મફત પ્રવાસ કરવાનો હતો. ચનિયો તો ખુશ ખુશ થઇ ગયો.

શ્રી રૂપાવટી પ્રા. શાળા

ટિપ્પણી પોસ્ટ કરો

4 ટિપ્પણીઓ