Follow US

Responsive Ad

શું બાળકો વર્તા લખી શકે ?


કમલેશ ઝાપડિયા

ગઇ કાલે મે શાળામાં એક પ્રવૃતિ કરાવી. ધોરણ 7માં ભણતા વિદ્યાર્થીઓને આ પ્રવૃતિ કરાવી હતી.
બોર્ડમાં બે શબ્દો લખ્‍યા.
વાઘ
સિંહ
આ બન્‍ને શબ્‍દોને આધારે એક વાર્તા લખવાનું કહ્યું.
તેઓ કહે અમને વાર્તા લખતાં ન આવડે.
પછી મે એક વાર્તા કહી.
વાઘ અને સિંહ
એક જંગલ હતું. તેમાં ઘણા બધાં પ્રાણીઓ રહે. તેમા વાઘ અને સિંહ પણ રહે. આ બન્‍ને પાકા ભાઇબંધ. એક દિવસ બન્ને મેદાનમાં બેઠાં હતાં ત્‍યાં એક માણસ પસાર થતો જુએ છે. આ માણસ હતો જાદુગર. તે સિંહ કે વાઘથી ડરે તેવો ન હતો. તે આ બન્ને મિત્રો પાસે ગયો.
પછી તેણે એક વાત કરી. મારી પાસે આ એક અમૂલ્‍ય ફળ છે. જે પ્રાણી ખાય તેને પાંખો આવી જાય. હવે પ્રશ્ર્ન એ થયો કે કોણ ખાય? વાઘ કે સિંહ? સિંહ કહે હું ખાઉ અને વાઘ કહે હું ખાઉ. આખું ફળ ખાય તોજ પાંખો થાય. પછી પેલા માણસે ઉપાય બતાવ્‍યો. બે ચિઠ્ઠી નાંખી. જેનું નામ ‍નીકળે તે ખાય. તેમા વાઘનું નામ નીકળ્‍યું.  
વાઘે ફળ ખાધુ ને પાંખો ફૂંટી. પછી તો વાઘ પર સિંહ બેસી જાય ને બન્ને ફરવા જાય. 
વાચક મિત્રો, આટલું કહી વાર્તા છોડી દીધી ને કહ્યું કે હવે પછી શું થશે ? બાળકો તમે કલ્‍પના કરો ને આવતી કાલે લેશનમા બાકીનું લખતા આવજો.
હવે જુઓ, વનરાજ નામના વિદ્યાર્થીએ અધુરી વાર્તા પુરી કરી તે વાંચો. 
ત્‍યર પછી વાઘ અને સિંહ એક ડુંગર પર ઉતરે છે ત્‍યાં તો વાઘને પાંખો ગાયબ થઇ જાય છે. અને સિંહ બોલ્‍યો.
અરે ભાઇ! વાઘ, તારે પખું ગાયબ થઇ ગઇ. અને આ ડુંગર પરથી નીચે કેવી રીતે જવું? આ ડુંગર એક્દમ કરાળ છે. ત્‍યાર પછી તેને એક ચુટકી નામની એક ચકલી આવે છે. ત્‍યાં બેસી એટલે વાઘે તેને બધી વાત કરી. પછી ચકલી ઉડીને એક વૃક્ષનું ફળ લઇ આવી. વાઘને ખાવાનું કહ્યું એટલે વાઘે ખાધુ અને વાઘને પાછી પાંખો આવી ગઇ. ત્‍યાર પછી તે જંગલમા ગયા અને ખાધુ ‍પીધું ને રાજ કર્યુ. 
મિત્રો, મને આ પ્રવૃતિ ગમી એટલે પરિઓના દેશમા’’ આખી વાર્તા લખવાનું કહ્યું છે. હવે પછી બાળકોનું કરેલું સર્જન મૂકીશું. તમારા સૂચનો લખશો અમને આનંદ થશે.    

ટિપ્પણી પોસ્ટ કરો

5 ટિપ્પણીઓ